એશિયા પેસિફિક ખંડમાં ભારતનું ભાવિ ઉજ્જવળ : એસ એન્ડ પી
નવી દિલ્હી, 27 નવેમ્બર : વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને આર્થિક વિશ્લેષકોની વાત માનવામાં આવે તો આર્થિક મોરચે વર્ષ 2015મા્ં ભારત એક નવા યુગમાં પ્રવેશ કરશે. આ વિશ્વાસ દુનિયાની ટોપ રેટિંગ એજન્સી એસ એન્ડ પી દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
આ વાતનો ઉલ્લેખ રેટિંગ ફર્મે પોતાની રિપોર્ટમાં કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એશિયા પેસિફિક વિસ્તારની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે. જો કે ભારતના અર્થતંત્ર પર તેની કોઇ અસર જોવા મળશે નહીં.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની અર્થવ્યવસ્થા તૂટી રહી છે. ત્યાંનો ગ્રોથ ટ્રેન્ડ ઓથોરિટી ટાર્ગેટ કરતા નીચો છે. બીજી તરફ જાપાન પણ આર્થિક મંદીની માર સહન કરી રહ્યું છે.
મોટા ભાગે વેપાર આધારિત અર્થવ્યવસ્થાઓમાં બહારની માંગમાં કોઇ સુધારો થયો નથી. વર્ષ 2014માં અન્ય વર્ષોની જેમ જ બહારની માંગ સરેરાશ કરતા ઓછી છે. જો કે તેમાં ભારતીય અર્થવ્યવસ્થા એક એવી સ્થિતિમાં છે જે આ ટ્રેન્ડમાં અપવાદ છે.












Click it and Unblock the Notifications
