વિશ્વના એક તૃતિયાંશ ગરીબ ભારતમાં વસે છે: વર્લ્ડ બેંક

વિશ્વ વિકાસ સંકેતક શીર્ષકની રીપોર્ટમાં આંકડાઓના આધાર પર તૈયાર ગરીબોની સ્થિતી: ક્યાં છે ગરીબ, ક્યાં છે સૌથી વધુ ગરીબ' શીર્ષક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1981થી 2010 વચ્ચે દરેક વિકાસશીલ વિસ્તારમાં વધુમાં વધુ ગરીબ વસ્તીનું પ્રમાણ ઓછું થયું. આ દરમિયાન આ વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ 50 ટકાથી ઘટીને 21 ટકા પર આવી ગયું. વિકાસશીલ દેશોની જનસંખ્યામાં આ દરમિયાન 59 ટકાના વધારા છતાં ગરીબીનું પ્રમાણ ઓછું થયું છે.
જો કે વિશ્વ બેંક દ્રારા જાહેર કરવામાં આવેલ અત્યાધિક ગરીબીના નવા વિશ્લેષણ મુજબ અત્યાર સુધી 1.2 અરબ ડોલર લોકો એકદમ ગરીબીમાં જીવન ગુજારે છે અને તાજેતરના વર્ષોમાં સારી પ્રગતિ કરવા છતાં ઉપ-સહારા આફ્રિકી વિસ્તાર હજુ પણ વિશ્વની એક તૃતિયાંશથી વધુ ગરીબોના ઘર છે.
વિશ્વબેંક સમૂહના અધ્યક્ષ જિમ યોંગ કિમે કહ્યું હતું કે અમે વિકાસશીલ દુનિયામાં દરરોજ 1.25 ડોલરથી વધુ આવક પર જીવનાર લોકોની સંખ્યા ઓછી કરવામાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે પરંતુ હજુસુધી 1.2 અરબ લોકો ગરીબ છે જે આપણી સામૂહિક ચેતના પર કલંક છે.
તેમને કહ્યું હતું કે આ આંકડા આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગરીબી વિરૂદ્ધ લડાઇ તેજ કરવાનો સંકલ્પનો ઠોસ આધાર બની શકે છે, અમારું વિશ્લેષણ અને સલાહ 2030 સુધી દુનિયામાંથી એકદમ ગરીબીની સ્થિતીને ખતમ કરી શકે છે. વિશ્વ બેંકના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુએ કહ્યું હતું કે અમે ગરીબીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આટલુ પુરતું નથી કારણ કે લગભગ વિશ્વની આઝાદીનો પાંચમો ભાગ હજુ સુધી ગરીબી રેખા હેઠળ છે.












Click it and Unblock the Notifications
