For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘રોકાણ માટે ચીન અને અમેરિકા કરતા ભારત શ્રેષ્ઠ’

By Super
|
Google Oneindia Gujarati News

investment
નવી દિલ્હી, 25 નવેમ્બરઃ એફડીઆઇના નિયમોમાં ઢીલ આપ્યા બાદ ચીન અને અમેરિકાને પછાડીને ભારત રોકાણના હિસાબે વિશ્વનો સૌથી આકર્ષક દેશ બની ગયું છે. ટોચ કંસલ્ટેન્સી ફર્મ અર્ન્સ્ટ યંગ(ઇવાઇ)ના ગ્લોબલ સર્વેમાં ભારતને રોકાણના મામલે સૌથી પસંદીદા દેશોમાં પહેલા સ્થાનમાં રાખવામાં આવ્યુ છે. આ યાદીમાં બીજા સ્થાને બ્રાઝીલ, ચીન ત્રીજા, કેનેડા ચોથા અને અમેરિકા પાંચમા સ્થાને છે. રોકાણ માટેના ટોચના દસ દેશોની યાદીમાં દક્ષિણ આફ્રિકા છઠ્ઠા, વિયેતનામ સાતમા, મ્યાનમાર આઠમા, મેક્સિકો નવમા અને ઇન્ડોનેશિયા દસમા સ્થાને છે.

ઇવાઇનું કહેવું છે કે, મુદ્રા અવમૂલ્યન અને વિભિન્ન ક્ષેત્રોમાં એફડીઆઇ ખોલવાથી ભારતે વિદેશી રોકાણોમાં સૌથી આકર્ષક સ્થાન બનાવ્યું છે. ઑગસ્ટમાં ભારત સરકારે મલ્ટી બ્રાન્ડ રિટેલ અને ટેલીકોમ સહિત અનેક સેક્ટર્સમાં એફડીઆઇના નિયમોમાં ઢીલ આપવાની ઘોષણા કરી હતી. અર્ન્સ્ટ યંગ અનુસાર હાલના આર્થિક દબાણ અને ભારી દેવાની સ્થિતિના કારણે અનેક ભારતીય કંપનીઓ ગૈર મહત્વપૂર્ણ વ્યવસાયમાં વિનિવેશ કરી રહી છે.

ઇવાઇના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થિતિ વિદેશી કંપનીઓને ભારતીય બજારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે મોટી માત્રામાં તકો આપી રહી છે. અહેવાલ અનુસાર અમેરિકા, ફ્રાન્સ અને જાપાન એ ભારતમાં ટોચના ત્રણ સંભવિત રોકાણકારો છે. અર્ન્સ્ટ યંગનો આ અહેવાલ 72 દેશોની અનેક મોટી કંપનીઓના 1600 વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે કરવામાં આવેલા રોકાણના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી બાર મહિનાઓમાં ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓ લાગત ખર્ચ ઓછો કરવાના સાથે નોકરીની તકો ઉપલબ્ધ કરાવવામાં પણ ધ્યાન આપી રહી છે.

English summary
India has raced ahead of China and the US as the most attractive investment destination, says a survey by global professional services firm EY, formerly called Ernst & Young.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X