Budget 2026: બજેટમાં બાયોફાર્મા માટે 40 હજાર કરોડ ફાળવાયા
કેન્દ્ર સરકારે બજેટ 2026માં ફાર્મા સેક્ટર માટે ઐતિહાસિક જાહેરાત કરતા 40,000 કરોડના વિશેષ પેકેજની મંજૂરી આપી છે. આ ભંડોળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને માત્ર દુનિયાની ફાર્મસી મટાડીને એક મોટા ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરવાનો છે.

આ રકમનો ઉપયોગ ખાસ કરીને નવી દવાઓની શોધ, જટિલ બાયોલોજિક્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ (APIs) ના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. આનાથી દવાના કાચા માલ માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટશે.
નવા ફંડ દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સ અને વૈજ્ઞાનિકોને અત્યાધુનિક થેરાપી તેમજ રસીઓના સંશોધન માટે મોટી આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે. આ પગલું ભારતને વૈશ્વિક સ્તરે દવાઓના ઉત્પાદનમાં અગ્રેસર બનાવવામાં મહત્વનું સાબિત થશે.












Click it and Unblock the Notifications
