ભારત, ચીન વિશ્વના સૌથી મોટા રોકાણકારો બનશે : વિશ્વ બેંક

વર્લ્ડ બેન્કના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક બસુનું કહેવું છે કે, ભારત અને ચીન વર્ષ 2030 સુધીમાં વિશ્વમાં સૌથી મોટા ઈન્વેસ્ટર દેશ બને એવી ધારણા છે. 2030માં વૈશ્વિક કુલ મૂડીરોકાણમાં આ બંને દેશનો મળીને હિસ્સો 38 ટકા હશે અને તેનાથી દુનિયાના અર્થતંત્રમાં મોટું પરિવર્તન આવશે.
વર્લ્ડ બેન્કના ગ્લોબલ ડેવેલપમેન્ટ હોરાઈઝન્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વર્ષ 2030 સુધીમાં જાગતિક સ્તરે કુલ મૂડી 158 ટ્રિલિયન ડોલર હશે. તે વખતે ફોકસ વિકાસશીલ દેશો રહેશે. આ મૂડીનો સૌથી મોટો હિસ્સો પૂર્વ એશિયા અને લેટિન અમેરિકાના દેશોને મળશે.












Click it and Unblock the Notifications
