For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોના મામલે ભારત ટોપ 10 દેશની યાદીમાં, જાણો કેટલું છે સોનું

ભારત પોતાનો સોનાનો ભંડાર સતત વધારી રહ્યું છે. આ જ કારણ છે કે હવે નેધરલેન્ડને પાછળ છોડીને ભારતે ટોપ 10 દેશમાં જગ્યા બનાવી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ભારત પોતાનો સોનાનો ભંડાર સતત વધારી રહ્યું છે. આ જ કારણ છે કે હવે નેધરલેન્ડને પાછળ છોડીને ભારતે ટોપ 10 દેશમાં જગ્યા બનાવી લીધી છે. તો ભારત સામે સતત અકળાતું પાકિસ્તાન આ લિસ્ટમાં 45મા નંબરે છે. ભારત સહિત અન્ય દેશ સતત પોતાના સોનાનો ભંડાર વધારી રહ્યા છે. સોનાને કોઈ પણ દેશની મજબૂત સ્થિતિનું નિશાન માનવામાં આવે છે. જે દેશ પાસે જેટલું વધુ ગોલ્ડ હોય તેની કરન્સી એટલી જ સારી માનવામાં આવે છે, અને આ દેશની નાણાકીય સ્થિતિ પણ સારી માનવામાં આવે છે. ત્યારે અંદાજ લગાવી શકાય છે કે ભારત અને પાકિસ્તાનની તુલના કેવી રીતે શક્ય છે.

ફક્ત દેશની યાદીમાં ભારતનો નંબર નવમો

ફક્ત દેશની યાદીમાં ભારતનો નંબર નવમો

જો ફક્ત દેશની યાદી જોવામાં આવે તો ભારત ટોપ 10માં નહીં, ટોપ 9માં સામેલ છે. કારણ કે ત્રીજા નંબરે આ લિસ્ટમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ છે. એટલે જો દેશની રીતે જોવામાં આવે તો આ લિસ્ટમાં ભારત 9મા નંબરે છે.

જાણો શું હોય છે સુવર્ણ ભંડાર

જાણો શું હોય છે સુવર્ણ ભંડાર

દરેક દેશ પોતાની પાસે સુવર્ણ ભંડાર એટલે કે ગોલ્ડ રિઝર્વ રાખે છે. આ ગોલ્ડ ભંડાર દેશની કેન્દ્રીય બેન્ક પાસે હોય છે. દરેક દેશની એક કેન્દ્રીય બેન્ક હોય છે. ભારતની કેન્દ્રીય બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા હોય છે.અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ બેન્ક અને પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન છે. કેન્દ્રીય બેન્કનો આ જ સોનાનો રિઝર્વ જથ્થો દેશની નાણાકીય સંકટની સ્થિતિમાં કામ લાગે છે. કેન્દ્રીય બેન્ક આ સોનાનો જથ્થો જડબેસલાક સુરક્ષામાં રાખે છે, કારણ કે આ ગોલ્ડ ફિઝિકલ ફોર્મમાં હોય છે. એટલે તેને બખ્તરબંધ સેફ ઝોનમાં રખાય છે.

જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલું સોનું છે.

જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલું સોનું છે.

ભારત સતત પોતાનો સોનાનો જથ્થો વધારી રહ્યું છે. હવે ભારત ગોલ્ડ ભંડાર મામલે ટોપ 10માં સામેલ થઈ ચૂક્યુ છે. ભારતે આ સ્થાન નેધરલેન્ડને પાછળ છોડીને મેળવ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે ભારતનો સોનાનો જથ્થો વધીને 618.2 ટન થઈ ચૂક્યો છે. નેધરલેન્ડ પાસે 618.2 ટન સોનું છે. હવે નેધરલેન્ડ 11મા નંબરે છે. પાકિસ્તાનનો સોનાનો જથ્થો 64.6 ટન છે. એટલે કે ભારતનો સુવર્ણ ભંડાર પાકિસ્તાન કરતા 10 ગણો છે.

સૌથી વધુ સુવર્ણ અમેરિકા પાસે

સૌથી વધુ સુવર્ણ અમેરિકા પાસે

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પ્રમાણે અમેરિકા પાસે સૌથી વધુ સોનું છે. આ લિસ્ટમાં અમેરિકા 8,144.5 ટન ગોલ્ડ સાથે ટોપ પર છે. અમેરિકા પાસે ભારત 13 ગણું ગોલ્ડ છે. એટલું જ નહીં અમેરિકા પાસે બીજા નંબરે રહેલા જર્મની કરતા પણ બમણું સોનું છે.

આ છે ટોપ 10 દેશનું લિસ્ટ

આ છે ટોપ 10 દેશનું લિસ્ટ

1. અમેરિકા - 8,133.5 ટન ગોલ્ડ
2. જર્મની - 3,366.8 ટન ગોલ્ડ
3. IMF - 2,451.8 ટન ગોલ્ડ
4. ઈટાલી - 2,451.8 ટન સોનું
5. ફ્રાંસ - 2,436.1 ટન સોનું
6 રશિયા - 2,219.2 ટન સોનું
7 ચીન- 1,936.4 ટન સોનું
8. સ્વિટ્ઝર્લેન્ડ - 1,040 ટન સોનું
9. જાપાન - 765.2 ટન સોનું
10 - ભારત 618. 2 ટન ગોલ્ડ

ભારત સતત ખરીદી રહ્યું છે સોનું

ભારત સતત ખરીદી રહ્યું છે સોનું

ભારત સતત પોતાનો સોનાનો ભંડાર વધારી રહ્યું છે. જેમ જેમ દેશનું અર્થતંત્ર વિક્સી રહ્યું છે, તેમ તેમ ભારતે પોતાનો સોનાનો જથ્થો વધારવાની જરૂર પડી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે ભારતે જુલાઈ 2019માં 13.1 ટન સોનું ખરીદ્યું હતું, જે જૂન 2019ની ખરીદી સામે 90 ટકા ઓછું હતું. ભારતની આ સોનાની ખરીદી ઓગસ્ટ 2017 બાદ સૌથી ઓછી છે. જો કે એવું નથી કે ફક્ત ભારતે જ સોનું ઓછુ ખરીદ્યું છે, આ ટ્રેન્ડ અન્ય દેશોમાં પણ જોવા મળ્યો છે. છેલ્લા બે દાયકામાં ભારતનો સોનાનો ભંડાર લગભગ બમણો થઈ ચૂક્યો છે. વર્ષ 2000ના પહેલા ત્રિમાસિક ગાળામાં આ ભંડાર 357.8 ટન હતો.

આ પણ જુઓ: એક કરતા વધારે બેંક ખાતાવાળા રહો સાવચેત, આ બાબતોનું ધ્યાન રાખો

English summary
india is in top 10 in the list of gold reserve
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X