For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ક્રેડિટ પ્રણાલી મજબૂત નથી : રઘુરામ રાજન

|
Google Oneindia Gujarati News

આણંદ, ગુજરાત, 26 નવેમ્બર : આજે આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને દેશની ક્રેડિટ સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા છે. રઘુરામ રાજનનું માનવું છે કે દેશની ક્રેડિટ સિસ્ટમ મજબૂત નથી. આરબીઆઈ ગવર્નર ગુજરાતમાં ઇન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આણંદમાં બોલી રહ્યા હતા.

તેમણે આ પ્રસંગે જણાવ્યું કે દેવા માટે કૉન્ટ્રેક્ટને ગંભીરતાથી લેવામાં નથી આવતું. આરબીઆઈ ગવર્નરએ અમુક આશ્ચર્યજનક આંકડાઓ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે 5 વર્ષમાં બેન્કોએ જીડીપીના 1.27% હિસ્સા જેટલુ ડિફૉલ્ટ માફ કર્યું છે. તેમણે ડિફૉલ્ટ કરનારા પ્રોમોટરોની નિયત પર પણ ગંભીર સવાલ ઉભા કરતા કહ્યું કે દેવું ન ચુકવનાર કેટલા પ્રોમોટરોના ઘર લિલામ થયા છે અને કેટલા પ્રોમોટરોને તેની લાઇફ સ્ટાઇલ બદલવી પડી છે.

raghuram-rajan-rbi-1

રાજનએ કહ્યુ કે ભારતમાં મોટા દેવાદાર સમય પર દેવું પરત કરાત નથી. દેશમાં બિમાર કંપનીઓ તો બહુ છે પરંતુ પ્રોમોટર ગરીબ નથી. સિસ્ટમમાં ગડબડીઓના કારણે પ્રોમોટર પર કોઇ અસર થતી નથી. તેમને ઉની આંચ આવતી નથી.. દેણદાર પાસેથી મામૂલી રકમ જ વસુલ કરી શકાય છે.

તેમણે એમ પણ જણાવ્યું કે 013-14માં બેન્ક કુલ ડિફૉલ્ટનો 13% જ વસુક કરી શકી. 2013-14માં પહેલાના પ્રમાણે 1.5 ગણો વધુ મામલા ટ્રિબ્યુનલમાં આવ્યા. પ્રોમોટર વગર ભયે સિસ્ટમનો ફાયદો ઉપાડી રહ્યા છે. 5 વર્ષમાં બેન્કની જીડીપીના 1.27% હિસ્સો ડિફૉલ્ટ માફ કર્યો.

English summary
India's credit system is not strong : RBI Governor Raghuram Rajan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X