For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો વૃદ્ધિદર ઘટીને 4.4 ટકા; ચાર વર્ષમાં સૌથી ઓછો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ઓગસ્ટ : ભારતનો આર્થિક વિકાસ ખૂબ ધીમો પડી ગયો છે. વર્તમાન નાણાકીય વર્ષના ગયા જૂનમાં પૂરા થયેલા પહેલા ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન દેશે 4.4 ટકાનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) દર નોંધાવ્યો હતો જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો છે.

પહેલા ક્વાર્ટરમાં જીડીપી ઘટીને 4.4 ટકા થયો, મેન્યૂફેક્ચરિંગનો વાર્ષિક દર 1.2 ટકાજેટલો ઘટ્યો છે જ્યારે માઈનિંગ ક્ષેત્રમાં 2.8 ટકાનો ફટકો પડ્યો છે. જોકે કૃષિ ઉત્પાદન 2.7 ટકા વધ્યું છે. ગયા જૂન મહિના સુધીના આગલા ત્રણ મહિના દરમિયાન રહેલી જાગતિક આર્થિક મંદીને લીધે ભારતનું અર્થતંત્ર ત્રિમાસિક દરે ખૂબ ધીમું પડી ગયું હતું. ધારણા કરતાં પણ આર્થિક દર નીચો રહ્યો હતો, એવું સરકારી આંકડાઓ પરથી જાણવા મળ્યું છે.

indian-economy

સમીક્ષકોએ જૂન સુધીના ક્વાર્ટર માટે ભારતનો આર્થિક વિકાસ દર 4.7 ટકાનો અંદાજ્યો હતો, પણ તે નોંધાયો છે 4.4 ટકાનો જે 2009ના જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટર કરતાં સૌથી ધીમો છે. છેલ્લા અમુક વર્ષોમાં દેશનું અર્થતંત્ર સતત ધીમું પડતું રહ્યું છે અને હવે મોટા ભાગના આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2013-14માં અર્થતંત્ર વધારે કથળશે.

English summary
India's GDP growth at 4.4 percent in Q1, slowest in four years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X