ભારતમાં સોનાનો વપરાશ 10 વર્ષના સૌથી ઊંચા સ્તર પર પહોંચ્યો

gold
નવી દિલ્હી, 15 ઑગસ્ટ : સરકારની ચાલુ ખાતાના વધતા નુકસાનને ઓછું કરવા માટે નિર્યાત પર નિયંત્રણની કોશિશ છતાં ભારતમાં સોનાનો વપરાશ જૂનની ત્રિમાહીમાં વધીને 310 ટન થઇ ગઇ છે જે છેલ્લા 10 વર્ષના સૌથી ઉંચા સ્તર પર છે. આ વાત ડબલ્યૂજીસી રિપોર્ટમાં કહેવામાં આવી છે.

આમાંથી મોટાભાગની માંગની આપૂર્તી એ ભંડારમાંથી થઇ જે એપ્રિલમાં કિમતમાં થયેલી ગિરાવટના પગલે સારુએવું તૈયાર થયું હતું. આ વર્ષે એપ્રિલથી જૂનની તિમાહીમાં આવક બેઘણી વધીને 338 ટન થઇ ગઇ છે. સોનાનો વપરાશ ગયા વર્ષે આ જ ત્રિમાસીમાં 181.1 ટન રહી હતી.

વર્લ્ડ ગોલ્ડ કાઇન્સીલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે 'આનાથી એ માલુમ પડે છે કે ભારત ગ્રાહકોમાં સોનાની ભૂખ કેટલી જોરદાર છે. માંગ ઓછી કરવાની સરકારની વિનંતી છતાં તેની વિપરિત અસર આ તિમાહિના આંકડા પર પડી છે. આ દરમિયાન ગ્રાહકોની સોનાની માંગ 310 ટન સોની રહી જે ગયા વર્ષની તુલનાએ 71 ટકા વધારે છે.'

ડબ્લ્યૂજીસી ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક સોમસુંદરમ પીઆરના જણાવ્યા અનુસાર, 'સોનાની માંગ બીજી ત્રિમાસીમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે રહી.' સોનાની કિંમતમાં ગયા એપ્રિલમાં પડતીના કારણે ઘરેણાની માંગ આ વર્ષે બીજીમાં 50 ટકા વધીને 188 ટન થઇ ગઇ જે ગયા વર્ષે આ ત્રિમાસીમાં 124 ટન હતી. સમીક્ષા હેઠળ અવધીમાં સોનાની છડી અને સિક્કાનો વપરાશ વધીને 122 ટન થઇ ગઇ જે ગયા વર્ષની આ જ સમયાવધિમાં 56.5 ટન હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X