For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો વિકાસ દર સૌથી વધુ રહેશે, વર્લ્ડ બેંકે લગાવ્યું GDP ગ્રોથ વધવાનું અનુમાન

વિશ્વ બેંકે નાણાકિય વર્ષ 2023 માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન રિવાઇઝ કરીને વધાર્યું છે. વિશ્વ બેંકએ 2022-23 માટે ભારતના વિકાસ દર અંગે પોતાનું અનુમાન વધારીને 6.5 ટકાથી વધીને 6.9 ટકા કરી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ બેંકે નાણાકિય વર્ષ 2023 માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન રિવાઇઝ કરીને વધાર્યું છે. વિશ્વ બેંકએ 2022-23 માટે ભારતના વિકાસ દર અંગે પોતાનું અનુમાન વધારીને 6.5 ટકાથી વધીને 6.9 ટકા કરી દેવામાં આવ્યો છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, અમેરિકા, યુરોપીય દેશો અને ચીનના ઘટનાક્રમોની અસર ભારત પર રહેશે.

World Bank

આ સિવાય વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, ભારત સરકાર 6.4 ટકાની રાજકોષીય ખાધનો લક્ષ્યાંક હાંસલ કરવાના માર્ગ પર છે. વિશ્વ બેંક દ્વારા અનુમાન લગાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો 7.1 ટકા રહેશે. RBIની સંતોષકારક શ્રેણી કરતાં ઘણું વધારે છે.

7.1 ટકા હતો અગાઉનો અંદાજ

ગત વર્ષે ઓકટોબરમાં વિશ્વ બેંક દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સ્તરે નાણાકીય નીતિઓને કડક બનાવવાને કારણે ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.5 ટકા કરવામાં આવ્યું હતું, જ્યારે અગાઉનો અંદાજ 7.1 ટકા હતો. હવે ફરી એકવાર વિશ્વ બેંક દ્વારા તેમાં ફેરફાર કરીને તેમાં વધારો કરવામાં આવ્યો છે.

પહેલા કરતા વધુ સક્ષમ છે ભારત

વિશ્વ બેંકના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માએ જણાવ્યું છે કે, આજનો ભારત 10 વર્ષ પહેલાના ભારત કરતા ઘણું વધુ સક્ષમ છે. છેલ્લા 10 વર્ષમાં જે પણ પગલાં લેવામાં આવ્યા છે, તે આજે ભારતને પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓમાં મદદ કરી રહ્યા છે.

વિશ્વ બેંકના અન્ય એક અધિકારી ઓગસ્ટે ટેનો કૌમે જણાવ્યું છે કે, ભારત ખૂબ મહત્વાકાંક્ષી છે. સરકારે અર્થવ્યવસ્થાને સ્થિતિસ્થાપક બનાવવા માટે ઘણા પગલાં લીધા છે અને હવે તે તેને ઝડપી બનાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.

RBIનો અંદાજ

ભારતની સેન્ટ્રલ બેંક RBI એ અનુમાન લગાવ્યું છે કે, આ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 7 ટકાની ઝડપે વૃદ્ધિ કરશે. આ અગાઉ આરબીઆઈનો અંદાજ 7.2 ટકા હતો, જેને બેંકે ઘટાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.3 ટકા હતો, જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 8.4 ટકા હતો.

પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રીલ-જૂન) માં ભારતનો વિકાસ દર 13.5 ટકા હતો

નોંધપાત્ર રીતે RBIની મોનેટરી પોલિસી કમિટીએ પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. આ સિવાય વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રીલ-જૂન) માં ભારતનો વિકાસ દર 13.5 ટકા હતો.

English summary
India's growth rate will be highest in the world, World Bank predicts GDP growth to increase
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X