ભારતનો વૃદ્ધિદર બે વર્ષમાં 6.7 ટકા થશે : વિશ્વ બેંક

world-bank
વૉશિંગ્ટન, 14 જૂન : વિશ્વ બેંકે અનુમાન લગાવ્યું છે કે આગામી બે વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્દિદર વધીને 6.7 ટકા પર પહોંચી જશે. વિશ્વ બેંકનું કહેવું છે કે નિકાસ અને ખાનગી રોકાણ વધવાને કારણે ભારતીય અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ વધશે.

વિશ્વ બેંકે વૈશ્વિક આર્થિક સંભાવના શીર્ષક હેઠળ પ્રકાશિત કરેલા પોતાના તાજા અહેવાલમાં વિશ્વ બેંકે જણાવ્યું છે કે દક્ષિણ એશિયાની ક્ષેત્રિય વૃદ્ધિને મુખ્યત્વે ભારતમાંથી જ ગતિ મળવાની શક્યતા છે. રિપોર્ટમાં ભારતની જીડીપી વૃદ્ધિદર વર્ષ 2014માં 6.5 તથા 2015માં 6.7 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વર્ષ 2013થી 2015ના સમયગાળામાં નિકાસ અને ખાનગી રોકાણમાં વધારો થવાનો અંદાજ છે. તેનાથી આર્થિક વૃદ્ધિને ગતિ મળશે. વર્ષ 2012માં આ બંને ક્ષેત્રમાં મંદી હતી. જો કે આ બંને ક્ષેત્રોમાં કેટલી વૃદ્ધિ થઇ શકે છે તેનો આધાર સરકારી નીતિઓ અને રાજકોષીય સ્થિતિમાં સુધારા પર પણ છે.

વિશ્વ બેંક જણાવે છે કે ભારતના ચાલુ ખાતામાં વધી રહેલી ખાધને પગલે પહેલાની સરખામણીએ વિદેશી રોકાણ પર વધેલી નિર્ભરતાને પગલે રોકાણકારોની ધારણા પર અસર પડવાની શક્યતા વધી ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X