For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટ બાદ FY 2022માં ભારતનો GDP ગ્રોથ 7.4 ટકા રહેવાનુ અનુમાન

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કોરોના વાયરસના કારણે સંકટ સામે ઝઝૂમી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા વિશે મોટી માહિતી આપી.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કોરોના વાયરસના કારણે સંકટ સામે ઝઝૂમી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા વિશે મોટી માહિતી આપી. એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યુ કે કોરોના વાયરસના કારણે દુનિયાને 9 ટ્રિલિયન ડૉલરનુ નુકશાન થવાની સંભાવના છે કે જે ઘણા વિકસિત દેશોની અર્થવ્યવસ્થા સમાન છે. જો કે તેમણે એ પણ કહ્યુ કે વૈશ્વિક મંદીના અનુમાન વચ્ચે ભારતનો વિકાસ દર હજુ પણ પૉઝિટીવ રહેવાનુ અનુમાન છે.

shaktikant das

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે અમુક ફાઈનાન્સિયલ માર્કેટમાં ઉતાર ચડાવ ચાલુ છે. ક્રૂડ ઓઈલના ભાવોમાં તેજી નરમી ચાલુ છે. ઓપેક દેશોએ ક્રૂડના પ્રોડક્શનમાં ઘટાડાનો નિર્ણય કરી લીધો છે. આઈએનમએફના જણાવ્યા મુજબ ભારત કોરોના વાયરસના સંકટ બાદ ફિસ્કલ યર 2022માં દેશના જીડીપીનો ગ્રોથ 7.4 ટકા રહી શકે છે.

25 બેસિસ પોઈન્ટના ઘટાડાનુ એલાન

આરબીઆઈના ગવર્નરે રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડાનુ એલાન કર્યુ છે જે તત્કાલ લાગુ થશે. ત્યારબાદ રિવર્સ રેપો રેટ 4 ટકાથી 3.75 ટકા પર આવી જશે. આ એ દર છેજેના પર રિઝર્વ બેંક, બેંકોને લોન આપે છે. વળી,રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશમાં અનાજની કોઈ કમી નથી

ગવર્નરે રિઝર્વ બેંક તરફથી લેવામાં આવીરહેલા પગલાંન માહિતી આપતા કહ્યુ કે દેશમાં અનાજની કોઈ કમી નહિ થવા દઈએ. ફાઈનાન્સિયલ સ્ટ્રેસને ઘટાડવા માટે પગલા લેવામાં આવશે. નાબાર્ડ, સિડબી જેવા સેક્ટર્સને 50 હજાર કરોડની મદદનુ એલાન કરવામાં આવ્યુ છે.

દેશમાં 91 ટકા એટીએમ કામ કરી રહ્યા છે

શક્તિકાંત દાસે કહ્યુ કે આ સ્થિતિમાં પણ આરબીઆઈ અને બેંક સંપૂર્ણપણે કામ કરી રહ્યા છે. દેશમાં 91 ટકા એટીએમ કામ કરી રહ્યા છે. વળી, ઉદ્યોગો બાબતે ઑટો સેક્ટરને નુકશાન થયુ છે. વળી, નિકાસ પણ ઘટી છે. જો કે આ વખતે ચોમાસુ સારુ રહેવાની આશા છે અને એવામાં અર્થવ્યવસ્થાને સહારો મળશે.

27 માર્ચે થયુ હતુ એલાન

તમને જણાવી દઈએ કે 27 માર્ચે આરબીઆઈ ગવર્નરે જે એલાન કર્યુ હતુ તેમાં ઘણા લોકોને ઘણી રાહતો આપવામાં આવી હતી. એ વખતે તેમનુ સૌથી મોટુ એલાન વ્યાજના દરોમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો હતા. ત્યારબાદ રેપો રેટ ઘટીને 4.4 ટકા પર આવી ગયો છે. આ ઉપરાંત તેમણે બેંકોને ઈએમઆઈમા રાહત આપવાના નિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચોઃ ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે RBI ગવર્નરે કરી આ ઘોષણાઓઆ પણ વાંચોઃ ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે RBI ગવર્નરે કરી આ ઘોષણાઓ

English summary
India to post sharp turnaround with 7.4 growth rate fy 2021-22 rbi governor das
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X