For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો વિકાસ દર 2023માં 6.1 ટકા રહેવાની સંભાવનાઃ IMF

આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતનો વિકાસ દર 6.1 રહેવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)એ પોતાનો વર્લ્ડ ઈકોનૉમિક્સ આઉટલુકનો રિપોર્ટ જાહેર કરી દીધો છે. આ રિપોર્ટમાં ભારતનો વિકાસ દર 6.1 રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે આગલા વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં કંઈક સુસ્તી જોવા મળી શકે છે. આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતનો વિકાસ દર 6.1 રહેવાની સંભાવના છે. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ કે જે માર્ચ મહિનામાં ખતમ થઈ રહ્યુ છે. તેમાં વિકાસ દર 6.8 ટકા રહી શકે છે.

imf

વર્લ્ડ ઈકોનૉમિક્સ આઉટલુકના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વૈશ્વિક વિકાસ દર 2022માં 3.4 ટકા રહેવાનો છે. જ્યારે 2023માં તે 2.9 ટકા અને 2024માં 3.1 ટકા રહેવાની શક્યતા છે. વર્ષ 2024માં સૌથી ઝડપી વિકાસશીલ દેશમાં ભારતનુ સ્થાન પ્રથમ છે. IMF મુજબ 2024માં ભારતનો વિકાસ દર 6.8 ટકા રહેવાની ધારણા છે, જ્યારે 2023માં તે 6.1 ટકા રહી શકે છે. મહત્વની વાત એ છે કે કોઈ દેશ ભારતના વિકાસની ગતિની નજીક પણ દેખાતો નથી.

વર્ષ 2024 માટે આઈએમએફ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક વિકાસ દરમાં થોડો વધારો થશે અને તે 3.1 ટકા થઈ શકે છે. આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવર ગોરિંચાસે જણાવ્યુ હતુ કે મંદીના જોખમો ઓછા થયા છે, કેન્દ્રીય બેંકો ફુગાવાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ ફુગાવાને કાબૂમાં રાખવા માટે વધુ પગલાંની જરૂર છે.

આઈએમએફના રિપોર્ટ મુજબ વિકાસશીલ દેશોના આર્થિક વિકાસની ગતિ વિકસિત દેશોની તુલનામાં ઘણી વધારે હોવાની શક્યતા છે. આર્થિક રીતે વિકસિત દેશોનો વિકાસ દર 2022માં 2.7 ટકા રહેવાની શક્યતા છે, જે 2023માં 1.2 ટકા અને 2024માં 1.4 ટકા થઈ શકે છે. બીજી તરફ વિકાસશીલ દેશોના વિકાસ દરની વાત કરીએ તો વર્ષ 2022માં તે 3.9 ટકા, 2023માં 4 ટકા અને 2024માં 4.2 ટકા રહેવાની ધારણા છે.

English summary
Indian growth projection is 6.1 according to IMF world economics outlook report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X