For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાતમાં નવી રિફાઇનરી શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 10 ડિસેમ્બર : દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી - IOC) ગુજરાતમાં પોતાની સૌથી મોટી રિફાઇનરી નાખવા જઇ રહી છે. કંપની આ રિફાઇનરી માટે કયા સ્થળની પસંદગી કરશે તે અંગે હજી કોઇ વિગતો જાણવા મળી નથી.

જો કે આઈઓસી ગુજરાતના મુંદ્રા પાસે નવી રિફાઈનરી લગાવાની યોજના ધરાવે છે. નવી રિફાઈનરી માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે અને રિફાઈનરીની વર્ષની ક્ષમતા 1.5 કરોડ ટન હશે.

indian-oil-corporation-1

આઈઓસીના મુજબ મુંદ્રામાં રિફાઈનરીથી કંપનીને ઉત્તર ભારતમાં સપ્લાઈમાં મદદરૂપ બની રહેશે. મુંદ્રાથી ભટિંડા-બીના અને મથુરા સુધી કંપનીની પાઈપ લાઈનથી જશે.

નોંધનીય છે કે ભારતમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ પેદાશોમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. તેનો રિફાઇનિંગ કેપેસિટીમાં 31 ટકા હિસ્સો છે. વર્તમાન સમયમાં દેશમાં આવેલી 22 રિફાઇનરીમાંથી 10 રિફાઇનરી તેની પાસે છે. તેની તમામ રિફાઇનરીઓની કુલ ઉત્પાદન ક્ષમતા 65.7 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે.

English summary
Indian Oil Corporation will start new refinery in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X