રૂપિયામાં સૌથી વધુ ઘટાડો, ડૉલરના મુકાબલે પહોંચ્યો 70 ને પાર

ભારતીય અર્થવ્યવસ્થાની અર્થ વ્યવસ્થાની દ્રષ્ટિએ એક ખરાબ સમાચાર છે. રૂપિયો મંગળવારે અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નીચલા સ્તરે 70.07 સુધી પહોંચી ગયો છે.

ભારતીય અર્થવ્યવસ્થાની અર્થ વ્યવસ્થાની દ્રષ્ટિએ એક ખરાબ સમાચાર છે. રૂપિયો મંગળવારે અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નીચલા સ્તરે 70.07 સુધી પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે સતત નબળો થયો છે. યુરોપીય કરન્સીમાં સ્લોડાઉન અને તૂર્કીમાં આર્થિક સંકટના કારણે ડૉલર અન્ય કરન્સીના મુકાબલે મજબૂત થયો છે.

રૂપિયામાં ઘટાડો યથાવત

રૂપિયામાં ઘટાડો યથાવત

છેલ્લા શુક્રવારથી જ રૂપિયામાં ઘટાડો ચાલતો હતો જે આ સોમવાર બાદ મંગળવારે પણ ચાલુ રહ્યો. માર્કેટના જાણકારોનું માનવુ છે કે અમેરિકા અને ચીનમાં ટ્રેડ વોર વધવાને કારણે ઓઈલ રિપોર્ટ્સ દ્વારા ડૉલરની ડિમાન્ડ વધી, જેના કારણે રૂપિયા પર દબાણ વધવા લાગ્યુ. વળી, આવતા મહિને અમેરિકામાં વ્યાજદરો વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ડૉલર સતત મજબૂત બની રહ્યો છે.

રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 70 ને પાર

રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 70 ને પાર

ભારતીય રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું માનવુ છે કે આ કારણે દેશમાં વેપાર નુકશાન અને કરન્ટ અકાઉન્ટ નુકશાન પણ વધશે. જ્યારે વૈશ્વિક બજારમાં કાચા તેલના વધતા ભાવોએ ભારતના વિદેશી મુદ્રા બજારને પણ ઘણુ પ્રભાવિત કર્યુ છે.

આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગનું નિવેદન

આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગનું નિવેદન

વળી, રૂપિયામાં ઐતિહાસિક ઘટાડા પર આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે નિવેદન આપ્યુ છે. સુભાષચંદ્ર ગર્ગે કહ્યુ કે ચિંતાની કોઈ વાત નથી. રૂપિયો વૈશ્વિક કારણોથી પ્રભાવિત થયો છે અને તે આગળ જઈને મજબૂત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X