For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરબજારમાં સુધારાની સ્થિતિ; લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ સમય આવ્યો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 9 ઓક્ટોબર : નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા સમયથી તેજી ગતિથી આગળ વધી રહેલા ભારતીય શેર બજારમાં થોડા દિવસોથી બ્રેક લાગી છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલ શેર બજારમાં કરેક્શન એટલે કે સુધારાનો સમય ચાલી રહ્યો છે. જેના કારણે માર્કેટમા સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારણે રોકાણકારોએ મીડકેપમાં લાંબાગાળાના રોકાણની તક ઝડપી લેવી જોઈએ...

માર્કેટમાં વધઘટ ખરીદી માટે બેસ્ટ

માર્કેટમાં વધઘટ ખરીદી માટે બેસ્ટ


બજારમાં હાલ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે પણ રોકાણકારોએ આ તબક્કે ઘટાડાના સમયે સારા શેર ખરીદી લેવાની તક ઝડપી લેવી જોઈએ.

મીડકેપમાં બાજી મારી શકાય

મીડકેપમાં બાજી મારી શકાય


અત્‍યારના તબક્કે ખાસ કરીને મીડકેપમાં કેટલાક સારા શેરમાં ભાવમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યુ છે ત્‍યારે રોકાણકારોએ મીડકેપમાં રોકાણની તક ઝડપી લેવી જોઈએ.

મીડકેપમાં કયા સેક્ટર્સ બેસ્ટ?

મીડકેપમાં કયા સેક્ટર્સ બેસ્ટ?


મીડકેપમાં પણ ટેકનોલોજી, ફાર્માસ્‍યુટીકલ અને કેપીટલ ગુડઝ જેવા ક્ષેત્રમાં રોકાણ કરવાની સલાહછે. આ સેક્ટર્સમાં રોકાણકારો બે થી ત્રણ વર્ષના ગાળા માટે સંબંધિત શેરમાં રોકાણ કરી રાખી શકે છે.

ભારત માટે અચ્છે દિન

ભારત માટે અચ્છે દિન


તાજેતરમાં ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના અંદાજોમાં વિશ્વના વિકસીત દેશોમાં વિકાસ દરનો અંદાજ આઈએમએફએ ઘટાડયો છે. તેની સામે ભારતનો 2014-15નો વિકાસ દરનો અંદાજ 5.6 ટકાથી વધારીને 5.8 ટકા કર્યો છે અને તેવી જ રીતે 2015-16નો વિકાસ દરનો અંદાજ 5.8 ટકાથી સુધારીને 6.4 ટકા કર્યો છે.

ઘટાડે ખરીદીની તક ઝડપો

ઘટાડે ખરીદીની તક ઝડપો


આઈએમએફના અંદાજોને જોવામાં આવે તો આગામી બે વર્ષમાં દેશનો વિકાસ દર વધારા તરફી રહેવાનો છે. આ સંજોગોમાં રોકાણકારોએ ઘટાડે ખરીદી કરવાની તક ઝડપી લેવી જોઈએ.

બજારમાં સંતુલન જળવાયું છે

બજારમાં સંતુલન જળવાયું છે


બજારમાં સપ્‍ટેમ્‍બર મહિનાથી એફઆઈઆઈ એક તરફી વેચાણ કરી રહી છે પરિણામે બજારમાં થોડો મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે. બીજી તરફ સ્‍થાનિક સંસ્‍થાકીય રોકાણકારો માલ ખરીદ કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ટૂંકાગાળાની સ્‍થિતિ છે અને રોકાણકારોએ તેનાથી ચિંતીત થવાની જરૂર નથી.

English summary
Indian stock market in correction mode, best time for long term investment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X