For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ફોસિસના અધ્યક્ષ પદેથી શ્રીનિવાસનું રાજીનામુ

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 29 મે : દેશની અગ્રણી આઇ ટી કંપની ઇન્ફોસિસના અધ્યક્ષ અને બોર્ડના સભ્ય બી જી શ્રીનિવાસે પોતાના પદ પરથી ત્યાગપત્ર આપી દીધું છે. આ અંગેની માહિતી કંપનીના પ્રવક્તાએ આપી હતી. આ અંગે કંપની દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રીનિવાસનું રાજીનામુ 10 જૂનથી પ્રભાવમાં આવશે.

કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી પદથી જાન્યુઆરીમાં એસ ડી શિબુલાલને દૂર કરવામાં આવ્યા બાદ શ્રીનિવાસ આ પદના પ્રમુખ દાવેદારોમાંથી એક હતા.

shrinivas

કંપનીના સહ-સંસ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ એન આર નારાણયમૂર્તિએ એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રીનિવાસ કંપનીમાં એક અભિન્ન હિસ્સા તરીકે રહ્યા છે. તેમણે કંપનીના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ઇન્ફોસિસ બોર્ડના પ્રત્યેક સભ્ય તેમના અદભુત યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કરે છે અને તેમના ભાવિ કાર્યો માટે શુભેચ્છા આપે છે.

શ્રીનિવાસે આ અંગે જણાવ્યું કે મને ઇન્ફોસિસે ખૂબ સારી તક આપી તેના માટે હું કંપનીનો આભારી છું. કંપનીમાં મારા કાર્યકાળ દરમિયાન મને લાભદાયક અનુભવ મળ્યો છે. મને ગર્વ છે કે મેં આ ઉદ્યોગમાં સૌથી સારી વિકાસગાથામાં યોગદાન આપ્યું છે.

English summary
Infosys chairman Shrinivas give resign, effective from 10 June
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X