ઇન્ફોસિસે કર્મચારીઓને ખુશ કરવા આઇફોન 6 અને 100 ટકા બોનસની જાહેરાત કરી
બેંગલુરુ, 9 જાન્યુઆરી : આઇટી સેક્ટરમાં અત્યંત ઝડપથી થતા કર્મચારીઓના નોકરી બદલવાના ટ્રેન્ડને અંકુશમાં રાખવા માટે ઇન્ફોસિસના સીઈઓ વિશાલ સિક્કાએ ક્રિસમસ વેકેશન દરમિયાન સારું પ્રદર્શન કરનારા 3000 કર્મચારીઓને આઇફોન 6 ગિફ્ટ કરવા ઉપરાત કર્મચારીઓને 100 ટકા વેરિએબલ બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે
સિક્કાએ આ વિશે એક મેલ દ્વારા જાહેરાત કરી હતી. મેલમાં તેમણે કંપનીના કર્મચારીઓને તેમની પ્રતિબદ્ધતા અને મહેનત માટે બિરદાવ્યા હતા.
સિક્કાએ લખ્યું હતું કે 'તમારી સતત ઊર્જા અને અવિશ્વસનિય પ્રયાસોને કારણે જ કંપની આ જગ્યાએ પહોંચી છે, આને બિરદાવવું જ પૂરતું નથી. આપણે તેની ઉજવણી કરવી જોઈએ. હું ખુબ ખુશ છું આથી તમને હોલિ ડે બોનસ તરીકે નવો કૂલ આઇફોન 6 આપવામાં આવી રહ્યો છે. આ ગિફ્ટ તમને ઇન્ફોસિસ માટેના તમારા અમૂલ્ય યોગદાનને યાદ કરાવશે.'

આ ઉપરાંત કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે તેના કર્મચારીઓને 100 ટકા વેરિએબલ બોનસ આપવાની પણ જાહેરાત કરી છે. આ અંગે ઈન્ફોસિસના ચીફ ઓપરેટિંગ ઓફિસર યુ.બી. પ્રવીણ રાવે કહ્યું છે કે અમે ત્રીજા ક્વાર્ટર માટે 100 ટકા વેરિએબલ બોનસ ચૂકવવાના છીએ. છેલ્લા અમુક ક્વાર્ટરથી કંપનીએ લીધેલા અનેક પગલાંને લીધે નોકરી છોડતા કર્મચારીઓની સંખ્યા પર અંકુશ આવ્યો છે.
કંપનીમાં છેલ્લા બે વર્ષમાં ઘણા કર્મચારીઓ ખાસ કરીને સિનીયર લેવલ પર એક્ઝિક્યૂટિવ્સ નોકરી છોડીને ગયા છે. ગયા વર્ષે નવા સીઈઓ તરીકે વિશાલ સિક્કાએ પદ સંભાળ્યું ત્યારે નોકરી છોડતા કર્મચારીઓની સંખ્યા ઘટે એ જોવાની તેમની મુખ્ય કામગીરીઓ પૈકી એક હતી.
નોંધનીય છે કે દેશની અન્ય અગ્રણી આઇટી કંપની HCL ઇન્ડિયાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 130 કર્મચારીઓને મર્સિડીસ અથવા ઇન્ટરનેશલ હોલી ડે ટુરની ઓફર કરી હતી.












Click it and Unblock the Notifications
