For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોલ્ડ ETFમાં 6 વર્ષે વધ્યું રોકાણ, જાણો રોકાણ વધવાના કારણો!

ગોલ્ડ ETFમાં 6 વર્ષે વધ્યું રોકાણ, જાણો રોકાણ વધવાના કારણો!

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019 માં સોનામાં રોકાણમાં લોકોનો રસ વધ્યો છે. વર્ષ 2019 માં રોકાણકારોએ ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)માં કુલ 16 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અગાઉના છ વર્ષોથી રોકાણકારો ગોલ્ડ ઇટીએફથી રોકાણ પાછુ ખેંચી રહ્યા હતા. નિષ્ણાંતો માને છે કે જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તેને જોતા ગોલ્ડ ઇટીએફમાં રોકાણ આગામી દિવસોમાં વધશે. ગયા વર્ષે વૈશ્વિક બજારમાં સુસ્તી અને શેર બજારની અનિશ્ચિતતાના કારણે રોકાણકારો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ તરફ વળ્યા હતા.

ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધ્યું

ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધ્યું

આંકડાઓ જોઈએ તો 2019 માં રોકાણકારોએ 14 ગોલ્ડ ઇટીએફમાં 16 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 2018 માં 571 કરોડ રૂપિયા, 2017 માં 730 કરોડ રૂપિયા, 2016 માં 942 કરોડ રૂપિયા, 2015 માં 891 કરોડ રૂપિયા, 2014 માં 1651 કરોડ અને 2013 માં 1815 કરોડ રૂપિયાનું રોકાણ પાછુ ખેંચ્યુ હતુ. જ્યારે અગાઉ 2012 માં રોકાણકારોએ ગોલ્ડ ઇટીએફમાં 1826 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ગોલ્ડ ઇટીએફમાં રોકાણ હજી વધી શકે છે

ગોલ્ડ ઇટીએફમાં રોકાણ હજી વધી શકે છે

મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઈન્ડિયાના એક વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં વધુ વધારો થઈ શકે છે. યુએસ અને ઈરાન વચ્ચેના તાજેતરના તણાવને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સર્જાતા જોખમોને કારણે રોકાણકારો ગોલ્ડ ઇટીએફ તરફ વળી શકે છે. તાજેતરમાં વૈશ્વિક બજારોમાં નરમાઈના ડરથી સોનામાં રોકાણકારો સલામતી જોઈ રહ્યા છે. આર્થિક મંદીના ડરને જોતા સલામત રોકાણ તરીકે સોનાની ચમક પાછી ફરી છે. બીજી તરફ 2019 માં સોનાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો. સોનાથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં વિવિધતા આવે છે. 2011 બાદ 2019નું વર્ષ સોના માટે સારૂ રહ્યુ છે.

સોનામાં રોકાણ કેમ વધી રહ્યુ છે

સોનામાં રોકાણ કેમ વધી રહ્યુ છે

મ્યુચ્યુઅલ ફંડ્સ એસોસિએશનના આંકડા અનુસાર સોના દ્વારા સંચાલિત સંપત્તિ ડિસેમ્બર 2019 માં 26 ટકા વધીને રૂપિયા 5,768 કરોડ થઈ છે. જે એક વર્ષ અગાઉ 4,571 કરોડ હતી. બીજી તરફ રિટેલ રોકાણ ઇક્વિટીમાં સારી કમાણીને જોતા પાછલા કેટલાક સમયથી ગોલ્ડ ઇટીએફ કરતાં ઇક્વિટીમાં રોકાણકારો રોકાણ વધારે કરી રહ્યા હતા પરંતુ છેલ્લા આખા વર્ષથી ઇક્વિટી બજારોમાં ઘરેલુ અને બાહ્ય કારણો જેવા કે ટ્રેડ વોર, ભૌગોલિક-રાજકીય તણાવ અને મોટા અર્થતંત્ર પર દબાણ જેવા કારણે બજાર દબાવમાં રહ્યું છે. જેના પગલે સોનામાં મોટુ રોકાણ થયું છે.

2020માં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધશે, કેશ ઑન ડિલિવરી ઘટશે2020માં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધશે, કેશ ઑન ડિલિવરી ઘટશે

English summary
investment in gold etf increased after 6 year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X