For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mutual Fund: જાણો કેમ ચૂંટણી પહેલા માર્ચમાં બમણું થયું રોકાણ

ચૂંટણી પહેલા મિડ માર્ચમાં અચાનક જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઝડપથી વધ્યું છે. માર્ચમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બમણું થયું છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી પહેલા મિડ માર્ચમાં અચાનક જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઝડપથી વધ્યું છે. માર્ચમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બમણું થયું છે. માર્ચ 2019માં બંને કેટગરીમાં કુલ 11,756 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે, જે ફેબ્રુઆરીમાં માત્ર 5,122 કરોડ જ થયું છે. તો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તમામ કેટેગરીમાં રિટેલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ માર્ચમાં વધીને 10.73 લાખ કરોડ રૂપિયા થયું છે, જે ફેબ્રુઆરીમાં માત્ર 10.01 લાખ કરોડ હતું. અર્થ શાસ્ત્રના જાણકારોના કહેવા પ્રમાણે ચૂંટણી પહેલાના સર્વેમાં સરકાર અંગેના પોઝિટિવ રિપોર્ટને કારણે રોકાણકારો ફરી ઈક્વિટીમાં રોકાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઇનકમ ટેક્સ Alert! આ મેસેજથી દૂર રહો, એક ભૂલથી ખાતું ખાલી થશે

SIPમાં રોકાણ 38 ટકા વધ્યું

SIPમાં રોકાણ 38 ટકા વધ્યું

માર્ચમાં સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ 0.5 ટકાથી ઘટીને 8,055 કરોડ રૂપિયા થયું હતું. ફેબ્રુઆરીમાં આ રોકાણ 8,094 કરોડ રૂપિયા રહ્યું હતું. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં આખા નાણાકીય વર્ષમાં રોકાણકારોએ SIP દ્વારા કુલ 92,693 કરોડ રૂપિયા લગાવ્યા હતા. તો 2017-18ના નાણાકીય વર્ષમાં આ આંકડો 67,190 કરોડ રૂપિયા હતો. આ પ્રકારે ગત નાણાકીય વર્ષમાં SIP દ્વારા રોકાણ 38 ટકા વધ્યું છે.

બેલેન્સ્ડ મ્યુચ્યુઅલ ફંડમાંથી નીકળી રહ્યા છે રોકાણકારો

બેલેન્સ્ડ મ્યુચ્યુઅલ ફંડમાંથી નીકળી રહ્યા છે રોકાણકારો

ગત નાણાકીય વર્ષમાં બેલેન્સ્ડ મ્યુચ્યુઅલ ફંડમાંથી રોકાણકારોએ 3,181 કરોડ રૂપિયા વીથડ્રો કર્યા છે. જાણકારોના કહેવા પ્રમામે આ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ડિવિડન્ડ પર ટેક્સ લાગતા આવું થયું છે. જેને કારણે સ્કીમમાંથી લોકોનો રસ ઘટ્યો છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી નીકળી રહ્યા છે રોકાણકારો

ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી નીકળી રહ્યા છે રોકાણકારો

કેટલીક NBFC કંપનીમાં સંકટ બાદ રિટેલ ઈન્વેસ્ટર્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી નીકળી રહ્યા છે. ગત નાણાકીય વર્,માં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી રોકાણતકારોએ 1.21 લાખ કરોડ રૂપિયા કાઢી લીધા છે. આ દરમિયાન લિક્વિડ ફંડ્સમાંથી 51,343 કરોડ રૂપિયાનું નેટ આઉટફ્લો થયું છે. કારણ કે કોર્પોરેટ ઈન્વેસ્ટર્સ એડવાન્સ ટેક્સ ચૂકવવા માટે ફાઈનાન્સિયલ યરના છેલ્લા મહિને જ રકમ ઉપાડે છે. જો કે તેમાંથી મોટાભાગનું રોકાણ એપ્રિલમાં ફરી થઈ જાય છે. જો કે ઈન્કમ ફંડ્સની લોકપ્રિયતા વધી છે. માર્ચમાં તેમાં 13,856 કરોડ રૂપિયાનો નેટ ઈન્ફ્લો થયો છે, જ્યારે ફેબ્રુઆરીમાં તેમાંથી 4,200 કરોડ રૂપિયા નીકાળ્યા હતા.

આગામી વર્ષમાં સારું થવાની આશા

આગામી વર્ષમાં સારું થવાની આશા

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એન. એસ. વેન્કટેશના કહેવા પ્રમાણે ઈન્ટરેસ્ટ રેટ્સ ઓછા થવાને કારણે અને મેક્રો ઈકોનોમિક સંકેતો મજબૂત ટ્રેન્ડથી મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી 2019-20માં 17-18 ટકાનો ગ્રોથ મેળવી શકે છે.

English summary
investments in mutual funds increased in march financial year 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X