ખુશખબર: હવે ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલ મળશે
તમને જાણીને ખુબ જ ખુશી થશે કે હવે તમને ઘરે બેઠા જ પેટ્રોલ અને ડીઝલ મળી શકશે.
તમને જાણીને ખુબ જ ખુશી થશે કે હવે તમને ઘરે બેઠા જ પેટ્રોલ અને ડીઝલ મળી શકશે. હાલમાં ઇકોમર્સ વેબસાઈટ ઘ્વારા આપણે ખાવા પીવાની વસ્તુઓથી લઈને બધી જ વપરાશની વસ્તુઓ ઘરે બેઠા ઓર્ડર કરી શકીએ છે.
આ પણ વાંચો: PF ખાતાધારકોને નવા વર્ષમાં મળી શકે છે મોટી ખુશખબર
જયારે બીજી બાજુ હવે તમારે ગાડીમાં પેટ્રોલ અથવા ડીઝલ પુરાવવું હશે તો તમને હવે પેટ્રોલ પંપ પર જવાની જરૂર નહીં પડે કારણકે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હવે ઓનલાઇન પેટ્રોલ અને ડીઝલ મંગાવવાની સુવિધા શરુ કરી છે. આઇઓસી અનુસાર, હવે તમે ઘરે બેઠા ઓછામાં ઓછું 200 લીટર સુધી પેટ્રોલ અને ડીઝલ મંગાવી શકો છો.

કંપનીએ તેના માટે કામ કરવાનું ચાલુ પણ કરી દીધું છે
પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી અંગે એચપીસીએલ સીએમડી એમકે સુરાના અનુસાર આ મોડલ લાગુ કરવામાં કોઈ પણ પ્રકારની પરેશાની નથી. કંપનીએ તેના માટે કામ કરવાનું ચાલુ પણ કરી દીધું છે.

ફ્યુલ એટ ડોર સ્ટેપ
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ફ્યુલ એટ ડોર સ્ટેપ પર કામ કરવાનું શરુ કર્યું હતું. તેના હેઠળ ચેન્નાઈના કોલતુર સ્થિત એક પેટ્રોલ પંપે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી આપવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેના હેઠળ એક ગ્રાહકને ફક્ત 2500 લીટર સુધી ડીઝલ આપવામાં આવશે.

ઘણા પેટ્રોલ પંપ માલિકો વિરોધ કરી રહ્યા છે
તેના માટે ગ્રાહકે અલગથી કોઈ ચાર્જ નહીં આપવો પડે. આ સુવિધા માટે રીપોઝ એપ શરુ કરવામાં આવી છે, જેના ઘ્વારા ગ્રાહક ઓર્ડર બુક કરાવી શકે છે. ગ્રાહક ઓછામાં ઓછું 200 અને વધુમાં વધુ 2500 લીટર સુધી બુકિંગ કરાવી શકે છે. આ સુવિધાનો ઘણા પેટ્રોલ પંપ માલિકો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેના ઘ્વારા આત્મહત્યા જેવી ઘટનાઓ વધશે.












Click it and Unblock the Notifications
