For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PF ખાતાધારકોને નવા વર્ષમાં મળી શકે છે મોટી ખુશખબર

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) તેના શેરધારકોને નવા વર્ષમાં શેરબજારમાં કરવામાં આવેલા રોકાણને વધારવા અથવા ઘટાડવા માટેનો વિકલ્પ આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) તેના શેરધારકોને નવા વર્ષમાં શેરબજારમાં કરવામાં આવેલા રોકાણને વધારવા અથવા ઘટાડવા માટેનો વિકલ્પ આપી શકે છે. આ ઉપરાંત, ઇપીએફઓ કેટલાક અન્ય સામાજિક સુરક્ષા લાભો અને ફંડ મેનેજમેન્ટ માટે ડિજિટલ સાધનો જેવી સુવિધા પણ આપી શકે છે.

આ પણ વાંચો: RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, આવા હશે ફીચર

જણાવી દઈએ કે વર્તમાનમાં EPFO ખાતાધારકોના જમા ના 15% સુધી એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરે છે. અત્યાર સુધીમાં, તેમાં લગભગ 55,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.

હવે ઇટીએફનું રોકાણ પણ જોવા મળશે ખાતામાં

હવે ઇટીએફનું રોકાણ પણ જોવા મળશે ખાતામાં

હાલમાં, ઇટીએફમાં કરવામાં આવેલા રોકાણો શેરધારકોના ખાતામાં દેખાતા નથી અને તેઓ પાસે તેમની ભવિષ્યની આ બચત દ્વારા શેરમાં રોકાણની મર્યાદા વધારવાનો વિકલ્પ પણ નથી. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હવે એવા સૉફ્ટવેરનો વિકાસ કરી રહ્યું છે જે સેવાનિવૃત્ત બચતમાં રોકડ અને ઇટીએફનો ભાગ અલગથી બતાવશે. હાલમાં, ખાતામાં માત્ર બચત જોવા મળે છે, જેમાં રોકડ અને ઇટીએફ સહિતનાં અન્ય ઘટકો શામેલ હોય છે.

શેરમાં રોકાણ મર્યાદાનો મળશે વિકલ્પ

શેરમાં રોકાણ મર્યાદાનો મળશે વિકલ્પ

એકવાર જયારે તમારા ઇપીએફ ખાતામાં રોકડ અને ઇટીએફનો ભાગ અલગ દેખાશે, પછી ઇપીએફઓનું આગલું પગલું રોકાણકારોને રોકાણ મર્યાદાને વધુ અથવા ઓછી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સંભાવનાઓ શોધવાની સલાહ આપી હતી.

નોકરીદાતાઓ માટે પણ સેવાઓ હશે સરળ

નોકરીદાતાઓ માટે પણ સેવાઓ હશે સરળ

આ પર શ્રમ મંત્રી સંતોષ ગંગવારએ કહ્યું કે ઘણા ડિજિટલ ઉપકરણ ઓફર કરીને કર્મચારીઓ સાથે સાથે નોકરીદાતાઓ માટે પણ સેવાઓને સરળ બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના હેઠળ ભારત સરકાર એક એપ્રિલ 2018 થી ત્રણ વર્ષ માટે નવા કર્મચારીઓ માટે એમ્પ્લોયરનું સંપૂર્ણ યોગદાન (ઇપીએફ અને ઇપીએસ) ચૂકવણી કરી રહી છે.

પેન્શન સંબંધિત માહિતી

પેન્શન સંબંધિત માહિતી

વર્ષ 2018 માં પેન્શનરો માટે એક પોર્ટલ પણ રજૂ કરાયો હતો. જેની મદદથી તમામ ઇપીએફઓ પેન્શનરો તેમની પેન્શન સંબંધિત માહિતી મેળવી શકે છે. વર્તમાનમાં ઇપીએફઓના અધિકારક્ષેત્રમાં 20 કરોડથી વધુ ઇપીએફઓ ખાતાઓ અને 11.3 લાખ એકમો 190 ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે.

English summary
EPFO May Allow Account Holders Tweak In Equity Investments In 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X