IPO News : 6 લિસ્ટિંગ, 5 સબ્સ્ક્રિપ્શન, બજારમાં આ અઠવાડિયામાં થશે પૈસાનો વરસાદ
IPO News : શેર બજારમાં રોકાણકાર માટે આ અઠવાડિયું ઘણુ ખાસ રહેવાનું છે. ઉલ્લેખનીય પાંચ કંપનીનો આઇપીઓ બજારમાં આવશે. જ્યારે 6 કંપનીઓનું લિસ્ટિંગ થવા જઇ રહ્યું છે. આવામાં રોકાણકારો પાસે પૈસા કમાવવાની તકો મળી શકે છે.
ઉત્કર્ષ ફાઇનાન્સ બેંકનો IPO 12મી જુલાઈથી આવવાનો છે. તે 23-25 રૂપિયાના પ્રાઇસ બેન્ડમાં આવી શકે છે, જેમાં રોકાણકારો રોકાણ કરી શકે છે. તેનો ઈશ્યુ 14 જુલાઈના રોજ બંધ થશે.

આ કંપની કુલ રૂપિયા 500 કરોડનો ઈશ્યુ લાવશે. કંપની ફક્ત નવા શેર જ જાહેર કરશે. મળતી માહિતી અનુસાર, આ રોકાણનો ઉપયોગ ટિયર-1 કેપિટલ બેઝ વધારવા માટે કરવામાં આવશે.
આ ઉપરાંત PVC દરવાજા, ફર્નિચર વગેરેનું ઉત્પાદન કરતી કંપની કાકા ઇન્ડસ્ટ્રીઝનો IPO એટલે કે, 10 જુલાઈથી ખુલી રહ્યો છે. તેની ઈશ્યુ કિંમત 55-58 રૂપિયા છે. 21.23 કરોડનો ઇશ્યૂ છે. તમે આ IPO માટે 12 જુલાઈ સુધી અરજી કરી શકો છો.
બીજી તરફ સૌર ઉર્જા સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની Ahasolar નો IPO 10 જુલાઈએ ખુલી રહ્યો છે, તેની કુલ ઈશ્યુ કિંમત રૂપિયા 12.85 છે. જેમાં રૂપિયા 157ના ખર્ચે અરજી કરી શકાશે. તેનો ઈશ્યુ 13 જુલાઈના રોજ બંધ થશે.
સર્વિસ કેરનો IPO 14મી જુલાઈના રોજ ખુલી રહ્યો છે અને 18મી જુલાઈએ બંધ થશે. કંપની 30.86 લાખ નવા શેર લાવશે. બીજી તરફ ડ્રોન ડેસ્ટિનેશનનો IPO 7 જુલાઈએ ખુલવાનો છે, જેમાં 13 જુલાઈ સુધી નાણાં રોકી શકાય છે. એક્સિલરેટ BSનો IPO 6 જુલાઈએ ખુલ્યો હતો, તમે તેમાં 11 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો.
Cyient DLMનો IPO આજે લિસ્ટ થયો છે. આ શેર રૂપિયા 265ના ભાવે જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ સેનકો ગોલ્ડનો શેર 14 જુલાઈએ બજારમાં આવશે. આ કંપનીનો IPO રૂપિયા 317ના ભાવે જાહેર કરવામાં આવ્યો હતો.
SME સેગમેન્ટમાં કુલ 4 કંપનીઓ પણ આ અઠવાડિયે લિસ્ટ થવા જઈ રહી છે. જેમાં PE સ્ટ્રેચ, કંપનીનો શેર રૂપિયા 49ના ભાવે જાહેર કરવામાં આવ્યો છે. સિનોપ્ટિક્સ ટેક અને ત્રિધ્યા ટેક પણ 13 જુલાઈના રોજ બજારમાં પ્રવેશ કરશે. આલ્ફાલોજિક ઈન્ડસ્ટ્રીઝના શેર 14 જુલાઈના રોજ બજારમાં પ્રવેશ કરશે.












Click it and Unblock the Notifications
