For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IRDAએ LICને નવા નિયમોના અમલની મુદત 31 ડિસે સુધી વધારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર : ઇન્‍સ્‍યુરન્‍સ રેગ્‍યુલેટરી ડેવલોપમેન્‍ટ ઓથોરીટી (ઇરડા - IRDA)એ જુની વિમા યોજનાઓ ચાલુ રાખવાની તારીખ 31 ડિસેમ્‍બર સુધી વધારી આપી છે. આ પહેલા ઇરડાએ 1 ઓકટોબરથી જુની વિમા પોલીસીઓ બંધ કરી નવી પોલીસીઓ શરૂ કરવા તથા તેના પર 3.09 ટકા સર્વિસ ટેકસ લેવાના નિર્દેશો જારી કર્યા હતા. હવે 1 જાન્‍યુઆરી 2014થી નવી નિયમો અમલી થશે. આ માટે એલઆઇસીએ કંપનીએ ઇરડા સમક્ષ વધુ સમય આપવાની માંગણી કરી હતી.

ઇરડાના પરિપત્રમાં જણાવાયું છે કે નવા નિયમોના અમલ માટે ઉદ્યોગ તરફથી તેને રજુઆતો થઇ હતી. એવી રજુઆત થઇ હતી કે સ્‍ટાફ અને એજન્‍ટોના ડિપ્‍લોયમેન્‍ટ માટે વધુ સમયની જરૂર છે. ફિલ્‍ડ ફોર્સને ટ્રેનીંગ આપવા માટે પણ સમયની જરૂર છે. અગાઉ ઇરડાના નિર્દેશથી ભારતીય જીવન વિમા નિગમ (એલઆઇસી) એ 30 સપ્‍ટેમ્‍બરથી 52 વિમા યોજનાઓમાંથી 45ને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઇરડાના આ નિર્ણયથી હવે એલઆઇસી સહિત વિમા કંપનીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

lic-logo

એલઆઇસીના સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ઇરડાના નવા નિર્દેશો મળી ગયા છે તેના પર અમલ થઇ રહ્યો છે. નિર્દેશમાં જણાવાયું છે કે નવી યોજનાઓ ધીમે-ધીમે લાગુ કરવામાં આવે તથા જુની યોજનાઓ તબક્કાવાર બંધ કરવામાં આવે. નોંધનીય છે કે પહેલા 1 ઓકટોબરથી કેટલીક પોલીસીઓ મોંઘી થવાની હતી પરંતુ હવે 1 જાન્‍યુઆરીથી મોંઘી થશે.

ઇરડાના આદેશ બાદ એલઆઇસીની મનીબેક અને એન્‍ડોમેન્‍ટ પોલીસીઓ બંધ થવાની હતી કારણ કે આ પોલીસીઓ હેઠળ સર્વિસ ટેકસ નહોતો લેવાતો. જયારે ખાનગી કંપનીઓ દ્વારા પોલીસીઓ ઉપર અગાઉથી સર્વિસ ટેકસ લેવાતો હતો તેથી ખાનગી કંપનીઓ પોલીસી મોંઘી નહોતી થવાની. એલઆઇસીના જુના ગ્રાહકોને જેમણે મનીબેક અને એન્‍ડોમેન્‍ટ પોલીસી લીધી હોય તેમને કોઇ વધુ ચુકવણું નહીં કરવું પડે.

હવે નવા ગ્રાહક જે મનીબેક અને એન્‍ડોમેન્‍ટ પ્‍લાનવાળી પોલીસી લેશે તેમના પ્રિમિયમમાં 3 થી 4 ટકાનો વધારો થશે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે કોઇપણ પોલીસીના પૈસા અનેક જગ્‍યાએ લગાડવામાં આવે છે. માર્કેટમાં રિસ્‍ક ફેકટરને જોતા રિસ્‍કવાળા ભાગ પર સર્વિસ ટેકસ લગાવાશે. આ હિસાબથી પોલીસીનું પ્રિમિયમ 3 થી 4 ટકા મોંઘુ થશે.

English summary
IRDA extends new norms for LIC plans to January 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X