રોકાણકારોએ TCS, HCL Tech વેચીને Infosysના શેર્સ ખરીદવા જોઇએ?
મુંબઇ, 18 ઓક્ટોબર : છેલ્લા કેટલાક ક્વાર્ટર્સથી દર વખતે ટીસીએસ ત્રિમાસિક આંકડાઓ જાહેર કરે છે અને રોકાણકારો ઉત્સાહિત બની જતા હોય છે. એવી જ રીતે એચસીએલ ટેક પણ આશ્ચર્યજનક રીતે વૃદ્ધિ પામી રહ્યો છે.
જ્યારે ઇન્ફોસિસના કિસ્સામાં છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે પણ તે પોતાના પરિણામો જાહેર કરે છે ત્યારે અલગ વાત બની રહી છે. કેટલીકવાર પરિણામો એટલા નિરાશાજનક રહે છે કે પરિણામોના દિવસે સ્ટોકમાં 16થી 17 ટકાનું ગાબડું પડી જાય છે.
જો કે હવે પવનની દિશા બદલાઇ છે. તાજેતરના ઇતિહાસમાં એવું પ્રથમ વાર બન્યું છે કે પરિણામોના બીજા જ દિવસે એચસીએલ ટેકના શેર્સમાં 9 ટકાનો ભારે ઘટાડો જોવા મળી અને આવી જ સ્થિતિ ટીસીએસના કિસ્સામાં પણ છે. તેના શેર્સમાં પણ 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ જૂન 30, 2014ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો આવ્યા બાદ ઇન્ફોસિસના શેર્સમાં 7 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે.

ટીસીએલ અને એચસીએલ ટેકના કિસ્સામાં શું થયું?
વિશ્લેષકોનું માનવું છે કે ટીસીએલ અને એચસીએલ ટેકના પરિણામો એટલા પણ નિરાશાજનક નથી. શક્ય છે કે વિદેશી ફંડોએ આ શેર્સનું ભારે વેચાણ કર્યું હોય જેના કારણે આ શેર્સ ઊંધા માથે પછડાયા છે. કેટલીક બ્રોકિંગ ફર્મ્સે ટીસીએસના સ્ટોક્સ ખરીદવાની હજી પણ સલાહ આપી છે.
ઇન્ફોસિસ ખરીદો
અનેક બ્રોકિંગ ફર્મ દ્વારા ઇન્ફોસિસના શેર્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે. ઇન્ફોસિસના પરિણામો બાદ ICICI ડાયરેક્ટે તેને ખરીદવાની ભલામણ કરી છે. હવે તેની ટાર્ગેટ પ્રાઇસ વધારીને રૂપિયા 4465થી 4500ની વચ્ચે આપવામાં આવી રહી છે.
તારણ:
ટીસીએસના શેર્સ વેચવાને બદલે તેના પર દાવ લગાવવા જેવો છે. લોવર લેવલે એચસીએલ પણ ખરીદવા જેવા છે. 30 જૂન, 2014ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો નીચા આવવાનું એક કારણ એ પણ હોઇ શકે કે બંને કંપનીઓ પાસેથી રોકાણકારોની અપેક્ષા વધી ગઇ હતી.












Click it and Unblock the Notifications
