For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજ પર ટેક્સ કે ટીડીએસ લાગે?

|
Google Oneindia Gujarati News

આપણે સામાવ્ય રીતે બેંકના બચત ખાતામાં રહેલી રકમ પર વ્ચાજ મેળવતા હોઇએ છીએ. વાસ્તવમાં બચત ખાતા ધારકના ખાતામાં નાની મોટી રકમ રહેલી જ હોય છે, જેના પર બેંક વ્યાજ ચૂકવે છે.

સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજ અંગેના નિયમો બદલાયા
નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા સુધી રોકાણકારોને બેંકો દ્વારા ખૂબ ઓછું વ્યાજ આપવામાં આવતું હતું. બેંકો મહિનામાં જે ઓછામાં ઓછું બેલેન્સ રહ્યપું હોય તેના પર વ્યાજની ગણતરી કરીને વ્યાજ ચૂકવતી હતી. એટલે કે જો એક જ મહિનામાં આપનું મહત્તમ બેલેન્સ રૂપિયા 50,000 હોય અને લઘુત્તમ બેલેન્સ રૂપિયા 200 હોય તો બેંક આપને રૂપિયા 200 પર વ્યાજ ચૂકવતી હતી.

personal-finance-investment-8

હવે આ સ્થિતિ બદલાઇ છે. હવે બેંકોએ રોકાણકારોના દૈનિક બેલેન્સની સરેરાશ પર વ્યાજ ચૂકવવાનું હોય છે. જેના કારણે સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજની રકમ વધી છે.

આ ઉપરાંત સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજને નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યું છે. જેના કારણે પહેલાના સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલા વ્યાજ દરને આાધારે જ 4 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. આ કારણે બેંક સેવિંગ બેંક એકાઉન્ટ પર તેમની ઇચ્છા મુજબ વ્યાજ આપી શકે છે.

આ કારણે વર્તમાન સમયમાં કેટલીક બેંક 4 ટકાની આસપાસ વ્યાજ ચૂકવે છે તો કેટલીક બેંકો જેમ કે યસ બેંક 7 ટકા અને કોટક મહિન્દ્રા બેંક સેવિંગ બેંક એકાઉન્ટ પર 6 ટકા વ્યાજ ચૂકવે છે. જેના કારણે રોકાણકારોને વધારે વ્યાજ મળતું થયું છે.

સેવિંગ બેંક એકાઉન્ટનું વ્યાજ કરપાત્ર છે?
જો આપના વ્યાજની આવક વાર્ષિક ધોરણે રૂપિયા 10,000નો આંકડો પાર કરી જતી હોય તો રકમ કરપાત્ર છે. વ્યાજ પર કેટલો કર લાગે છે તેનો આધાર વ્યાજની રકમ પર રહેલો છે.

અહીં એ જાણવું મહત્વનું છે કે સેવિંગ બેંક એકાઉન્ટ પર કોઇ પ્રકારનું ટીડીએસ કપાતું નથી. આ કારણે ખાતા ધારકે ઇન્કમ ફ્રોમ અધર સોર્સના મથાળા હેઠળ બેંકના વ્યાજની આવક દર્શાવવાની હોય છે.

English summary
Is there Tax or TDS on Interest in Savings Bank Account?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X