Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લગ્ન બાદ પતિ સાથે 450 કરોડના સી ફેસિંગ બંગલામાં રહેશે ઈશા અંબાણી

ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે પરિણય સૂત્રમાં બંધાઈ જશે. લગ્ન બાદ ઈશા અંબાણી પોતાના પતિ સાથે આલીશાન બંગલામાં શિફ્ટ થઈ જશે.

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણી 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે પરિણય સૂત્રમાં બંધાઈ જશે. લગ્ન બાદ ઈશા અંબાણી પોતાના પતિ સાથે આલીશાન બંગલામાં શિફ્ટ થઈ જશે. ઈશા અને આનંદનો આ બંગલો વર્લી સમુદ્ર કિનારે તૈયાર થઈ રહ્યો છે. વર્લીમાં પાંચ માળનો બંગલો તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમય પર આ બંગલાનું કામ પૂરુ કરવા માટે દિવસ-રાત 1500 મજૂર કામ કરી રહ્યા છે. આ સી ફેસિંગ બંગલાને ઈશાની પસંદને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઈશા-આનંદનું નવુ ઘર

ઈશા-આનંદનું નવુ ઘર

લગ્ન બાદ ઈશા અંબાણી અને આનંદ પિરામલ આ પાંચ માળના બંગલામાં શિફ્ટ થશે. પહેલા આ બંગલાનો માલિકી હક હિંદુસ્તાન યુનિલીવર પાસે હતો પરંતુ વર્ષ 2012માં આ પિરામલ ગ્રુપે 450 કરોડમાં ખરીદ્યો હતો. લગ્ન પ્રસંગે ઈશાને આ બંગલો સાસરિયા તરફથી ભેટમાં આપવામાં આવી રહ્યો છે.

બંગલાની ખાસિયત

બંગલાની ખાસિયત

આ બંગલાને ઈશા અંબાણીની પસંદને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઘરની અંદર સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પાંચ માળની બિલ્ડિંગમાં ત્રણ બેઝમેન્ટ છે. પહેલા બે બેઝમેન્ટમાં પાર્કિંગ અને છેલ્લા બેઝમેન્ટમાં સર્વિસ ફેસિલિટી રાખવામાં આવી છે. બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક એન્ટ્રસ લૉબી છે. વળી ઉપરની બિલ્ડિંગમાં લિવિંગ અને ડાઈનિંગ હોલ છે. બંગલામાં ટ્રિપલ હાઈટ મલ્ટીપર્પઝ રૂમ, બેડરૂમ અને સર્ક્યુલર સ્ટડી રૂમ છે.

બંગલામાં લાઉન્જ અને સ્વીમિંગ

બંગલામાં લાઉન્જ અને સ્વીમિંગ

આ બંગલામાં અલગથી લાઉન્જ એરિયા પણ છે. બંગલામાં હજુ ઈન્ટીરિયર ફિનિશિંગનું કામ ચાલી રહ્યુ છે. તેને 1 ડિસેમ્બર સુધી પૂરુ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. બંગલાની સામે સમુદ્ર છે જેણે બંગલાની સુંદરતામાં ખૂબ જ વધારી દીધી છે. જો કિંમતની વાત કરીએ તો આને પિરામલ ગ્રુપે 450 રૂપિયામાં ખરીદ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X