જમ્મુ-કાશ્મીર પર થશે પૈસાનો વરસાદ, આ છે યોજના
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ હવે વિકાસની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જી હાં, તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં 12 ઓક્ટોબરથી ત્રિદિવસીય ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાશે.
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ હવે વિકાસની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જી હાં, તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં 12 ઓક્ટોબરથી ત્રિદિવસીય ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાશે. ઈન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ મંત્રાલયના પ્રિન્સિપલ સેક્રેટરી નવીન કુમાર ચૌધરીએ નિવેદન આપ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં એક ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. આ સમિટ 12 ઓક્ટોબરે શરૂ થવાની છે અને 14 ઓક્ટોબરે પૂરી થશે.

ઓપનિંગ સેરેમની શ્રીનગરમાં, સમાપન જમ્મુમાં
સાથે જ તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ હવે અહીં રોકાણને પ્રોત્સાહન આપવા માટે મોટી યોજનાઓનો અમલ કરવાની તૈયારી થઈ રહી છે. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે આવી સમિટનું આયોજન કરવા માટે 6થી 8 મહિના સુધી તૈયારી કરવામાં આવતી હોય છે. પરંતુ જમ્મુ કાશ્મીરમાં દિવસ રાત મહેનત કરીને ઓછા સમયમાં આ કાર્યક્રમને સફળ કરવામાં આવશે. આ ઈન્વેસ્ટર્સ સમિટનું ઓપનિંગ શ્રીનગરમાં થશે, જ્યારે સમાપન જમ્મુમાં કવરામાં આવશે. રાજ્યના અન્ય વિસ્તારોને પણ સમિટમાં સામેલ કરવા માટે સેમિનાર અને વર્કશોપનું આયોજન કરાશે. તેની તૈયારી માટે ભલે અમારી પાસે ઓછો સમય હોય, પરંતુ તેને સફળ બનાવવામાં કોઈ કસર નહીં છોડવામાં આવે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વેપાર અને ઉદ્યોગ જગતના દિગ્ગજોને આ સમિટનું આમંત્રણ આપવામાં આવશે.

આટલા શહેરમાં થશે રોડ શો
જમ્મુ કાશ્મીર ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન આ સમારોહની નોડલ એજન્સી હશે. સાથે જ કન્ફેડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી આ સમિટની નેશનલ પાર્ટનર હશે. સમિટને સફળ બનાવવા દેશભરમાં જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર ઈન્વેસ્ટમેન્ટ સમિટને લઈ કેન્દ્ર સરકાર અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર સહિત દુબઈ, અબુધાબી, શ્રીનગર, સિંગાપોર, લંડન, મલેશિયામાં રોડ શો કરશે. દિલ્હીમાં એક એમ્બેસેડર મીટ થશે અને મેગા મીડિયા ઈવેન્ટનું પણ આયોજન કરાશે. સાથે જ સમિટમાં 2 હજારથી વધુ રોકાણકારોને આમંત્રણ આપવામાં આવશે.

આ સેક્ટર્સ પર હશે ફોકસ
જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ (વાણિજ્ય અને ઉદ્યોગ) એન કે ચૌધરીએ કહ્યું કે આ સમિટમાં મુખ્ય રીતે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, હાર્વેસ્ટિંગ ટેક્નોલોજી, ટુરિઝમ, આઈટી, હેન્ડીલૂમ, હેન્ડીક્રાફ્ટ, હેલ્થ કૅર જેવા સેક્ટર પર ફોકસ હશે. તેમણે કહ્યું કે આનો અર્થ એમ નથી કે બીજા સેક્ટરને મહત્વ નહીં આપવામાં આવે. સમિટમાં રોકાણ અંગે માહિતી આપવામાં આવશે. સાથે જ લોકલ બિઝનેસ અને સ્ટાર્ટઅપને પણ પ્લેટફોર્મ આપવામાં આવશે, જેથી દે દુનિયાને પોતાના આઈડિયાઝ વિશે માહિતી આપી શકે.












Click it and Unblock the Notifications
