Jantri rate increase in gujarat 2025 : ગુજરાતમાં જંત્રીના ભાવને લઈને મહત્વના સમાચાર
Jantri rate increase in gujarat 2025 : ગુજરાતમાં જમીન અને સંપત્તિની કિંમતો નક્કી કરતી જંત્રીને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.
રાજ્ય સરકારે અગાઉ જાહેર કરેલા નવા જંત્રી દરોને લઈને ફરી એકવાર ચર્ચા કરી છે અને આ નિર્ણયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે સરકાર જંત્રીના નવા ભાવ લાગુ કરશે.
જંત્રી અંગે મહત્વના નિર્ણયો
- નવા જંત્રી દર એપ્રિલ 2025થી અમલમાં આવી શકે છે.
- સરકારને 11,000થી વધુ વાંધા અરજીઓ મળી હતી, જેમાંથી 6,000 અરજીઓ જંત્રીના દર ઘટાડવા માટે હતી.
- શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા અને સૂચનો સરકાર સુધી પહોંચ્યા હતા, જેમાં 5,400 શહેરી અને 4,900 ગ્રામ્ય વિસ્તારમાંથી અરજી મળેલી.
- વાંધા અને સૂચનો મંગાવવા માટેની મુદત 20 ડિસેમ્બર 2024 સુધી હતી, જે બાદમાં 20 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી હતી.
- ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે વાંધા અને સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાતમાં છેલ્લે 2011માં જંત્રીના નવા દરો લાગુ થયા હતા. આ પછી બે વર્ષ બાદ સરકાર દ્વારા જંત્રી દર ડબલ કરાયા હતા, જેનાથી વિવાદ ઊભો થયો હતો. આ પછી રાજ્યભરમાં વેલ્યુ ઝોન નક્કી કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરાયો હતો. નવા જંત્રી દર અંગે વધુ સ્પષ્ટતા તંત્ર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
