Jio નો નવો ધમાકો: હવે દરરોજ મળશે 2GB ડેટા બિલકુલ FREE
રિલાયન્સ જિયોએ ફરીથી એકવાર ધમાકેદાર ઓફર પેશ કરી છે. જીયોએ ફરી એક વાર તેની પોપ્યુલર ઓફર સેલિબ્રેશન પેક રજૂ કરી છે.
રિલાયન્સ જિયોએ ફરીથી એકવાર ધમાકેદાર ઓફર પેશ કરી છે. જીયોએ ફરી એક વાર તેની પોપ્યુલર ઓફર સેલિબ્રેશન પેક રજૂ કરી છે. આ ઓફરમાં વપરાશકર્તાઓને દરરોજ 2 જીબી મોબાઇલ ડેટાની ઓફર મળી રહી છે. જીયોની આ ઓફરમાં તમને ફ્રીમાં 2 જીબી ડેટા મળી રહ્યા છે. આ ઓફર ફક્ત જિયોના પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સને મળી રહી છે. આ ઓફરમાં વપરાશકર્તાઓને વધારાના 10 જીબી ડેટા મળશે, જેમાં 5 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવશે.
આ પણ વાંચો: Reliance Jio એ ફ્રીમાં આપ્યા 10GB ડેટા, મળ્યા કે નહીં તે ચેક કરો

જીયોનો શ્રેષ્ઠ પ્લાન
જિયોએ સેલિબ્રેશન પૅક ફરીથી રજૂ કર્યું છે. વપરાશકર્તાઓને આ યોજનામાં દરરોજ 2 જીબી એક્સ્ટ્રા ડેટા મળશે. કંપનીની આ સ્પેશિયલ ઓફર કેટલાક વપરાશકર્તાઓના નંબર પર 24 માર્ચથી 26 માર્ચ સુધીની વેલિડિટી સાથે મળી છે. તો બીજા કેટલાક વપરાશકર્તાઓને 24 માર્ચથી 28 માર્ચ સુધીની વેલિડિટી સાથે મળી છે. આ ઓફરમાં તમે એક્સ્ટ્રા ડેટા સિવાય કોઈ અન્ય ફાયદો મેળવી શકશો નહીં. ઉપરાંત, વપરાશકર્તાઓના સેલિબ્રેશન પેકમાં મળેલ ડેટા પછીથી પણ ઉપયોગમાં લાવી શકાય છે.

આ ઓફરનો લાભ કેવી રીતે મેળવવો
આ ઓફરનો લાભ મેળવવા માટે તમારે માય જિયો એપ (My jio app) ને એક્ટિવ કરવું પડશે. લૉગિન પછી મેનુ આયકન પર ટેપ કરી My Plans વિકલ્પ પસંદ કરો. અહીં તમને જિયો સેલિબ્રેશન પેક જોવા મળશે, આ એડ ઑન તરીકે દેખાશે. સેલિબ્રેશન પેક શોધો તે તમારા કરંટ પ્લાન નીચે હોઈ શકે છે. આ ઉપરાંત 1299 પર ફોન કરીને તમે આ વિશેની માહિતી sms દ્વારા કન્ફોર્મ કરી શકો છો.

'ટ્રીપલ પે પ્લાન'
જીયો તેના ગિગા ફાઇબર માટે ટ્રીપલ પે પ્લાનની ચકાસણી કરી રહ્યું છે. આ પ્લાન દ્વારા વપરાશકર્તાઓને એક મંથલી પેકેજમાં જ જિયો ગિગાફાયબાર, જિયો હોમ ટીવી અને જિયો એપ્લિકેશન્સનો ઍક્સેસ મળી જશે. કંપનીએ કેટલાક શહેરોમાં ગીગાફાઇબર કનેક્શન શરૂ કર્યું છે. ગિગા ફાઇબર પ્લાન વિશે સત્તાવાર ઘોષણા હજુ બાકી છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
