For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિયો ફાઈબર આવ્યા બાદ વધશે DTH ઓપરેટર્સની મુશ્કેલીઓ

જ્યારે સોમવારે મુકેશ અંબાણીએ જિયો ગીાગ ફાઈબરની જાહેરાત કરી ત્યારથી તમામ ટેલિકોમ ઓપરેટર્સ અને ડીટીએચ સર્વિસ ઓપરેટર્સ પરેશાન દેખાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જ્યારે સોમવારે મુકેશ અંબાણીએ જિયો ગીાગ ફાઈબરની જાહેરાત કરી ત્યારથી તમામ ટેલિકોમ ઓપરેટર્સ અને ડીટીએચ સર્વિસ ઓપરેટર્સ પરેશાન દેખાઈ રહ્યા છે. 5 સ્પટેમ્બરથી જીયોની બ્રોડબેન્ડ સેવા જીયો ગીગા ફાઈબર શરૂ થવાની છે. ફક્ત 700 રૂપિયા પ્રતિ માસની આ યોજનામાં બ્રોડબેન્ટ સિવાય ઘણી સુવિધાઓ મળવાની છે. જો કે રિલાયન્સના આ સેગમેન્ટમાં આવવાથી બ્રોડબેન્ડ સર્વિસ આપતી ડીટીએચ અને કેબલ ઓપરેટર્સની મુશ્કેલી વધી શકે છે.

આ છે જીયોની બ્રોડબેન્ડની સર્વિસ

આ છે જીયોની બ્રોડબેન્ડની સર્વિસ

રિલાયન્સ જીયોની બ્રોડબેન્ડ સેવામાં લઘુત્તમ 100 એમબીપીએસથી 1 જીબીપીએસ ઈન્ટરનેટ સ્પીડ આપવાની યોજના છે. આ ઉપરાંત આજીવન મફત ફોન કોલ, મફત એચડી ટીવી અને ડિશ મળશે. આ પ્લાન 700 રૂપિયા પ્રતિ મહિનાથી લઈને 10 હજાર રૂપિયા પ્રતિ માસનો હશે. સાથે જ જીયોએ લેન્ડલાઈનથી 500 રૂપિયા માસિક ભાડા પર અમેરિકા અને કેનેડામાં અનલિમિટેડ આંતરરાષ્ટ્રીય ફોન કોલની યોજના પણ રજૂ કરી છે.

જિયો ફાઈબરની સ્પીડથી વધશે મુશ્કેલી

જિયો ફાઈબરની સ્પીડથી વધશે મુશ્કેલી

રિલાયન્સ જીયોએ બ્રોડબેન્ડ સેવામાં લઘુત્તમ 100 એમબીપીએસ ઈન્ટરનેટ સ્પીડ આપવાની જાહેરાત કરી છે. આ સ્પીડ આગળના સમયમાં 1 જીબીપીએસ થઈ જશે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મત પ્રમાણે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સર્વિસને કારણે માર્કેટમાં અન્ય કંપનીઓને આ કંપની હરિફાઈ આપશે. હાલ BSNLના સૌથી સસ્તા પ્લાનમાં યુઝર્સને 50 એમબીપીએસની સ્પીડ મળે છે. તો ટોપ એન્ડ પ્લાનમાં યુઝર્સને 100 એમબીપીએસની સ્પીડ મળે છે. તો એરટેલ વી ફાઈબરની સ્પીડ 300 એમબીપીએસ છે.

મુકેશ અંબાણીએ કરી હતી જાહેરાત

મુકેશ અંબાણીએ કરી હતી જાહેરાત

તમને જણાવી દઈએ કે સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સબાને સંબોધન કરતા ભારતમાં જિયો ગીગા ફાઈબરની લઘુત્તમ સ્પીડ 100 એમબીપીએસ હોવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું અમારી પાસે 1 જીબીપીએસની સ્પીડ ઉપલબ્ધ કરાવવાનો પ્લાન છે.

આ જ રીતે 2020ના મધ્ય સુધી જીયો ગીગા ફાઈબરના પ્રીમિયમ ગ્રાહકો ઘરે બેઠા ફિલ્મ રિલીઝના દિવસે જ જોઈ શકે છે. જિયોએ તેને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનું નામ આપ્યું છે. જેના કારણે મલ્ટીપ્લેક્સને નુક્સાન થઈ શકે છે.

જિયોનું નેરોબેન્ડ પ્લેટફોર્મ

જિયોનું નેરોબેન્ડ પ્લેટફોર્મ

જિયો પોતાના નેરોબેન્ડ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મ પર ઓછામાં ઓછા 1 અરબ ડિવાઈસને કનેક્ટ કરવા પ્લાન કરી રહ્યું છે. તેનાથી કંપનીને વાર્ષિક 20 હજાર કરોડની આવક થઈ શકે છે. તેનો ઉપયોગ કરી દેશભરમાં અરબો સ્માર્ટ સેન્સરથી જનરેટ થનારા ડેટા, સૌથી ઓછી કિંમતમાં ભેગો કરી શકાશે. મુકેશ અંબાણીએ કહ્યું,જિયોનું IoT પ્લેટફોર્મ 1 જાન્યુઆરી 2020થી વ્યાવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. હાલ આ સેગમેન્ટમાં જિયોની હરિફાઈ ટાટા કમ્યુનિકેશન, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ સામે થવાની છે.

English summary
Jio fiber announcement makes dth opertors unhappy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X