શું JIO ખાલી તેના ગ્રાહકો જ નહીં,દેશ માટે પણ છે નુક્શાનકારક?

Posted By:
Subscribe to Oneindia News

આમ તો રિલાયન્સ જીયોએ મફત સેવાઓ આપીને ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. તમામ કંપનીઓ વચ્ચે આ પછી પ્રાઇઝ વોર શરૂ થઇ ગયો છે. તો સામે પક્ષે રિલાયન્સને મોટો ફાયદો પણ થયો છે. મોટી સંખ્યામાં તેના ગ્રાહકો જેટલા દિવસે ના વધે તેટલા રાતે વધી રહ્યા છે. જો કે જીયાના આ ફાયદોના કારણે અન્ય કંપનીઓનું નુક્શાન થઇ રહ્યું છે. અને સંભાવના તે પણ છે કે આના કારણે કેવા કેવા નુક્શાન થઇ શકે છે તેની સંભાવનાને રજૂ કરવામાં આવી છે. જે અંગે વિગતવાર વાંચો અહીં....

Read also:ઘન ઘના ઘન ઓફર વિષે જાણવા જેવી તમામ વાતો

ગ્રાહકોને નુક્શાન

ગ્રાહકોને નુક્શાન

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના જનરલ ડાયરેક્ટર રાજન એસ મૈથ્યૂના જણાવ્યા મુજબ જો રિલાયન્સ જીયો આ રીતે જ મફત સેવાઓ આપતો રહ્યો તો તેનાથી દેશને મોટું નુક્શાન થશે તેવી સંભાવનાઓ રહેલી છે. તેમની માનવું છે કે આવા સંજોગામાં ઇનોવેશન અને નવી ટેકનીકને બજારમાં આવતા ખૂબ જ લાંબા સમય લાગી શકે તેમ છે.

કેવી રીતે થશે નુક્શાન?

કેવી રીતે થશે નુક્શાન?

મૈથ્યુએ કહ્યું કે રિલાયન્સ જીયો જે મફત સેવાઓ આવી રહ્યો છે તેનાથી અન્ય કંપનીઓની કમાણી ઓછી થઇ રહી છે. સામાન્ય રીતે જ્યારે કોઇ કંપનીને નફો થતો હોય તો તે તેનો ઉપયોગ નવા ઇન્વેન્શન અને નવી ટેકનોલોજીમાં કરે છે. એવામાં જો અન્ય કંપનીઓને નુક્શાન થશે તો તે નવી ટેકનોલોજી અને રીતોમાં રોકાણ નહીં કરે. જેનાથી દેશ પણ આ ડિજિટલ યુગમાં પછાત રહી જશે.

એકાધિકાર

એકાધિકાર

તેમ પણ માનવામાં આવી રહ્યું છે કે આવી રીતે ખૂબ જ ઓછી કિંમત કે મફત પ્લાન જીયો આપતી રહેશે. તો અન્ય કંપનીઓને મોટું નુક્શાન થશે અને તેમને બંધ થવાની પણ સંભાવના ઊભી થઇ શકે છે. તેવામાં રિલાયન્સ જીયોનો એકાધિકાર થઇ જશે. અને તે પોતાની મનગમતી કિંમતો ગ્રાહકો પર લગાવી શકશે. અને ત્યારે ગ્રાહકો પાસે કોઇ છૂટકો નહીં હોય! એટલા માટે જ ટ્રાઇ પણ હાલ તમામ કંપનીઓ વચ્ચે સ્વસ્થ હરિફાઇ બની રહે તે માટે પ્રયાસશીલ છે.

બેરોજગારી

બેરોજગારી

વધુમાં રિલાયન્સ જીયોના કારણે જે કંપનીઓ ખોટમાં ચાલી રહી છે. તેના કારણે અનેક કંપનીઓથી લોકોને નોકરી પરથી નીકાળવાની સંભાવના વધી જાય છે. જેના કારણે બેરોજગારી વધાવાની પણ સંભાવના ઊભી થાય છે. તે હિતકારક નથી. આમ પણ ભારતના યુવાનો સામે બેરોજગારીનો પ્રશ્ન ઊભો છે. ત્યારે રિલાયન્સ જીઓની મફત સેવાઓ અનેક લોકોની નોકરી સામે ખતરો ઊભો કરી શકે છે.

વધુ વાંચો :

વધુ વાંચો :

મુકેશ અંબાણી ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. પણ જ્યારે કોઇ તેમને કહે છે કે તમે સૌથી શક્તિશાળી છો તો તેમને આ શબ્દ નથી ગમતો. આવી જ કંઇક વાતો, મુકેશ અંબાણી વિષે જેનાથી તમે છો અજાણ...

Read more at:Jioના નામે જલસા કરાવનાર મુકેશ અંબાણીની અજાણી વાતો

English summary
What is the loss to the consumers by reliance jio free services news Gujarati.
Please Wait while comments are loading...