જીયો ફોન પર વોટ્સઅપ ચાલશે? જાણો આવા જ કેટલાક જવાબ

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોએ નવો જીયો ફોન લોન્ચ કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીએ આ ફોન લોન્ચ કરીને અનેક મોટી મોબાઇલ કંપનીઓની મુશ્કેલી વધારી છે. કંપનીએ આ ફોન ખાલી 1500 રૂપિયાની કિંમત સાથે જે આપ્યો છે તે પણ 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ સાથે. જે તમને 3 વર્ષ પછી પાછી મળશે. આ ફોનમાં અનેક સારા ફિચર છે. પણ આ ફોનના આવવાની સાથે જ તેને લગતા સવાલો પણ શરૂ થઇ ગયા છે. જેમ કે જીયો ફોનથી શું તમે વોટ્સઅપ, ફેસબુક, યૂટ્યૂબ જેવા એપનો ઉપયોગ કરી શકશો. તમારા આવા જ કેટલાક સવાલો અંગે અમે અહીં સ્પષ્ટતા આપી રહ્યા છીએ તો વિગતવાર જાણો અહીં...

jio

વોટ્સઅપ
રિલાયન્સ જીયોના જીયો ફોન પર વોટ્સઅપનો ઉપયોગ નહીં થાય. ઉલ્લેખનીય છે કે વોટ્સઅપ સૌથી લોકપ્રિય મેસેજિંગ ચેટ છે. પણ રિલાયન્સ તેના જ એપનો પ્રચાર કરવામાં માને છે. જો કે તમે જીયો ફોનમાં ફેસબુકનો ઉપયોગ કરી શકશો. અને સંભાવના રહેલી છે કે ફોનમાં પાછળથી વોટ્સઅપને પણ સપોર્ટ કરવામાં આવે.

યૂટ્યૂબ અને ફેસબુક

ગેજેટના જાણકારોનું કહેવું છે કે તમે જીયોફોનમાં ફેસબુક ચેક કરી શકશો. સાથે જ યૂટ્યૂબનો ઉપયોગ પણ તમે કરી શકશો. વોટ્સઅપ છોડી બાકી સ્માર્ટફોનના જેવી તમામ સુવિધાઓ તમે મેળવી શકશો.

જીયો ચેટ
રિલાયન્સ જીયોની પાસે પોતાનું ચેટ પ્લેટફોર્મ છે. માનવામાં આવે છે કે આ દ્વારા રિલાયન્સ તેવા લોકો સુધી પહોંચવા માંગે છે જેમણે હજી સુધી વોટ્સઅપમાં સાઇન ઇન નથી કર્યું. ઉલ્લેખનીય છે કે જીયો ફોનની પ્રી બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થશે. આ માટે તમારે તેની અધિકૃત વેબસાઇટ પર પ્રી બુકિંગ કરાવવું પડશે. અને 1500 રૂપિયા પણ આપવા પડશે. જે તમને ત્રણ વર્ષમાં પરત મળી જશે.

જીયો એપ

English summary
A huge number of users are curious to know whether they will be able to use WhatsApp, YouTube and Facebook on the Reliance Jio feature phone.
Please Wait while comments are loading...