ભારતે કાશગન ઓઇલ ફિલ્ડ ગુમાવ્યું, ચીને બાજી મારી

kashagan-oil-field
નવી દિલ્હી, 3 જુલાઇ : ભારતના હાથમાંથી કઝાકિસ્તાન સ્થિત કાશાગન તેલ ક્ષેત્ર નીકળી ગયું છે. આ ઓઇલ ફિલ્ડ હવે ચીનની ઝોળીમાં પડ્યું છે. કઝાકિસ્તાન સરકારે તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ (ઓએનજીસી) દ્વારા આ ઓઇલ ફિલ્ડમાં કોનોકોફિલિપ્સની હિસ્સેદારી ખરીદવા માટે લગાવવામાં આવેલી 5 અબજ ડોલરની બોલીને રોકી દીધી છે.

ઓએનજીસીની પહેલાની માલિકીવાળા ઓએનજીસી વિદેશે ગયા વર્ષે નવેમ્બરમાં કઝાકિસ્તાનના સૌથી મોટા ઓઇલ ફિલ્ડ કાશાગનમાં કોનોકોફિલિપ્સની 8.4 ટકા ભાગીદારી ખરીદવા માટે 5 અબજ ડોલરની બોલી લગાવી હતી.

કઝાકિસ્તાને કાયદા અનુસાર સરકારને આ વિસ્તારમાં હિસ્સેદારીના વેચાણ કોઇ અન્યને કરતા પહેલા નકારવાનો અધિકાર પ્રાપ્ત છે. આ કાયદા અંતર્ગત કઝાકિસ્તાન ભાગીદારીને એ જ કિંમતે ખરીદી શકે છે જે કિંમતે અન્ય પક્ષ પર સહમતિ બની છે.

કઝાકિસ્તાન સરકારે પોતાના આ અધિકારનો ઉપયોગ કરીને અમેરિકાની કંપની કોનોકોફિલિપ્સમાં હિસ્સો ખરીદવાનો નિર્ણય કર્યો છે. કઝાકિસ્તાનની રાષ્ટ્રીય તેલ કંપની કાજમુનાઇગેજ ક્ષેત્રમાં કોનોકોફિલિપ્સની 8.4 ટકા હિસ્સેદારી ખરીદશે. ત્યાર બાદ 5.3 અથવા 5.4 અબજ ડોલરમાં ચીનને વેચી દેવામાં આવશે.

ઓએનજીસીને આ ક્ષેત્રના અન્ય ભાગીદારો પાસેથી કોનોકોફિલિપ્સની ભાગીદારી ખરીદવા પર સહમતિ મળી ગઇ હતી. પરંતુ કઝાકિસ્તાન સરકાર પાસે આ સોદાના મંજૂરી આપવા માટે જુલાઇ સુધીનો જ સમય હતો. કાશાગન ઓઇલ ફિલ્ડના અન્ય ભાગીદારોમાં ઓક્સોન મોબિલ, રૉયલ ડચ શેલ, ઇટાલીની ઇએનઆઇ, ફ્રાન્સની ટોટલ અને કાજમુનાઇગેજ એમ તમામ પાસે 16.8 ટકા ભાગીદારી છે. જ્યારે જાપાનની ઇપેક્સ કાપરે પાસે તેની 7.56 ટકા ભાગીદારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X