વસિયત બનાવી રહ્યા છો? તો આ જરૂર વાંચી લો

બદલાતા સમયની સાથે સાથે જાતભાતના પરિવર્તન જોવા મળી રહ્યા છે. મોટા ભાગે હવે લોકો નિવૃત્ત થયા બાદ વસિયત બનાવવા વિશે વિચારે છે.

બદલાતા સમયની સાથે સાથે જાતભાતના પરિવર્તન જોવા મળી રહ્યા છે. મોટા ભાગે હવે લોકો નિવૃત્ત થયા બાદ વસિયત બનાવવા વિશે વિચારે છે. જી હાં, એક ઉંમરે પહોંચ્યા બાદ લોકો પોતાની વસિયત બનાવી જ લે છે. જેથી તેઓ પોતાના પરિવારને લઈ નિશ્ચિંત રહી શકે. એટલે કે તેમની ગેરહાજરીમાં પણ તેમના પત્ની અને બાળકોને કોઈ આર્થિક મુશ્કેલી ન પડે. બાળકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સામાન્યરીતે લોકો પોતાની વસિયત બનાવે છે. જો તમે વસિયત લકવાની યોજના બનાવી રહ્યા છો, તો આ બાબતો ખાસ ધ્યાન રાખો.

શું હોય છે વસિયત

શું હોય છે વસિયત

મૃત્યુ બાદ કોઈ વ્યક્તિની સંપત્તિ પર કોનો હક રહેશે, તેના માટે વસિયત બનાવવામાં આવે છે. સમયસર વસિયત બનાવવાથી મૃત્યુ બાદ સંપત્તિના ભાગ પાડવામાં પરિવારમાં મતભેદ કે ઝઘડા ટાળી શકાય છે. સામાન્ય રીતે નિવૃત્તિ બાદ દરેક વ્યક્તિએ વસિયલ બનાવી લેવી જોઈએ. એમાં જો તમને કોઈ ગંભીર બીમારી હોય, તો તમારે ખાસ વસિયત બનાવવી જોઈે.

વસિયત લખવા માટે કોઈ ઉંમર નક્કી નથી. જે વ્યક્તિની ઉંમર 21 વર્ષ કરતા વધુ હોય, તે પોતાની વસિયત બનાવી શકે છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ વસિયત વગર થાય તો આ સ્થિતિમાં તેની સંપત્તિ સક્સેશન લૉ આારે પરિવારના તમામ સભ્યો વચ્ચે વહેંચાઈ જાય છે.

વિલ અંગેની કેટલીક મહત્વની વાતો

વિલ અંગેની કેટલીક મહત્વની વાતો

- વિલ હાથેથી લખેલું હોઈ શકે કે પછી ઓનલાઈન તૈયાર કરેલું અથવા લીગલ પ્રોફેશનલ પાસે બનાવાયેલું પણ હોઈ શકે છે. વિલમાં હાથેથી લખેલું કે ટાઈપ કરેલું બંને પ્રકાર સ્વીકાર્ય છે.

- રજિસ્ટ્રેશન કર્યા વગર સામાન્ય કાગળ પર લખેલું વિલ પણ કાયદેસર ગણાય છે.

- ભારત સરકારે વિલ પરથી સ્ટેમ્પ ડ્યુટી નાબુદ કરી દીધી છે.

- એટલું જનહીં વિલમાં તમામ એસેટ જેમ કે આર્ટિફેક્ટ, પેટન્ટ અને કોપીરાઈટનો પણ સમાવેશ થાય છે.

વસિયત કરી શકાય છે અપડેટ

વસિયત કરી શકાય છે અપડેટ

તમને એ પણ જણાવી દઈએ કે તમે સમયાંતરે વસિયતને અપડેટ પણ કરાવી શકો છો. તમારી વર્તમાન નાણાકીય સ્થિતિ અને સંબંધો કે પ્રાથમિક્તા પ્રમાણે તમારે તેને અપડેટ કરવી જોઈએ. દાખલા તરીકે જો તમે વસિયત બનાવ્યા બાદ કોઈ સંપત્તિ કે શૅર ખરીદ્યા છે, તો વસિયતમાં તે અપડેટ કરવું જોઈે. વસિયત અપડેટ કરવાની સાથે તેમાં ખાસ તારીખ અને આ વાક્ય 'આ વસિયત પાછલી તમામ વસિયતની જગ્યા લે છે' તેનો ઉલ્લેખ ખાસ કરો.

સાક્ષીઓ વસિયતના લાભાર્થી ન હોવા જોઈએ

સાક્ષીઓ વસિયતના લાભાર્થી ન હોવા જોઈએ

વસિયત રજિસ્ટર કરાવવી જરૂરી નથી. પરંતુ ઘોકાધડી અને છેડછાડથી બચવા માટે વસિયતને રજિસ્ટર કરાવવી સારો ઉપાય છે. વસિયત રજિસ્ટ્રેશન એક સહેલી પ્રક્રિયા છે, જેમાં તમે નક્કી કરેલી ફી ચૂકવીને રજિસ્ટ્રાર કે ઉપરજિસ્ટ્રાર પાસે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે તમારે 2 સાક્ષીઓની જરૂર પડશે. એ જરૂરી છે કે આ બંને સાક્ષી તમારી વસિયતના લાભાર્થી ન હોવા જોઈએ અને તેઓ ભરોસો કરવા લાયક અને વિશ્વસનીય હોવા જોઈએ. વસિયતમાં એક જ તારીખ હોવી જોઈે કારણ કે કાયદેસર રીતે તેનાથી ખ્યાલ આવે છે કે લેટેસ્ટ વસિયત કઈ છે.

ઓનલાઈન લખો વસિયત

ઓનલાઈન લખો વસિયત

તમારે વસિયત બનાવવા માટે વકીલની જરૂર નથી. પરંતુ અનુભવી વકીલની મદદથી તમે એસ્ટેટ પ્લાનિંગ કરી શકો છો. ભારતમાં કોઈ કાગળના ટુકડા પર લખેલી વસિયત જેના પર 2 સાક્ષીની સહી હોય તેને પણ વૈદ્ય માનવામાં આવે છે. આજકાલ એવા પ્લેટફોર્મ પણ છે, જ્યાં તમે ઓનલાઈન વસિયત લખી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X