ભારતમાં કિડ્સ સેવિંગ બેંક એકાઉન્ટ શા માટે વ્યર્થ છે?
આજે ભારતમાં અનેક બેંકો એવી છે જે કિડ્સ સેવિંગ બેંક એકાઉન્ટ ઓફક કરે છે. આ બેંકોમાં કોટક બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક અને અન્ય બેંકોનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ છે કે બેંકો દ્વારા કિડ્સ સેવિંગ એકાઉન્ટની સુવિધા પૂરી તો પાડવામાં આવે છે, પરંતુ શું ખરેખર તે લાભદાયી છે? ક્યારેક બેંકના એક્ઝિક્યુટિવ આવીને તમારા બાળક માટે કિડ્સ સેવિંગ બેંક એકાઉન્ટ ખોલવવા અંગે ઓફર કરે ત્યારે શું કરવું? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા આગળ વાંચો...
કિડ્સ સેવિંગ બેંક એકાઉન્ટના ફાયદા શું છે?
વાસ્તવિકતાને વળગી રહીએ તો કહી શકાય કે કિડ્સ સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવવાથી કોઇ જ ફાયદો થતો નથી. માત્ર એક લાભ એ થાય છે કે આપના બાળકો પોતાનું બેંક એકાઉન્ટ હોવાની વાતથી ઉત્સાહિત રહીને બચત કરે છે અને બેંકની વિવિધ પ્રક્રિયાઓની સમજ મેળવે છે. આ સિવાય અન્ય કોઇ વિશેષ લાભ મળતો નથી.
કિડ્સ સેવિંગ બેંક એકાઉન્ટના ગેરફાયદા શું છે?
કિડ્સ સેવિંગ બેંક એકાઉન્ટના ફાયદા નથી એવી રીતે ગેરફાયદા પણ નથી. હા આ માટે આપે એક વધારાના એકાઉન્ટમાં બેલેન્સની જાળવણી, તેનું મેઇન્ટેનન્સ વગેરે ધ્યાનમાં રાખવાની જવાબદારી વધે છે. આજ કાલ વિવિધ બેંક એકાઉન્ટ રાખવામાં આવે છે. તેના પાસવર્ડ પર યાદ રાખવા પડે છે. તેમાં એક એકાઉન્ટનો વધારો થાય છે. કેટલીક બેંકો તેમાં ઓછામાં ઓછું રૂપિયા 5000નું બેલેન્સ રાખવાનો નિયમ ધરાવે છે. તેમ નહીં કરતા આપે દંડ ચૂકવવો પડે છે. જે આપના સમય અને નાણાનો દુરુપયોગ કરવા સમાન છે.
આ પ્રકારની ઓફર આવે ત્યારે શું કરવું?
બેંકો આ પ્રકારના બેંક એકાઉન્ટ્સની સુવિધા તો આપે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેમાં કેટલાક અનિચ્છિત નિયંત્રણો પણ મૂકે છે. તેમાં કેટલીક સુવિધાઓ જેમ કે ફ્રી પર્સનલ ડેબિટ કાર્ડ, ચેક બુક, ઇન્ટરનેટ બેંકિંગ, ઇ મેઇલ સ્ટેટમેન્ટ વગેરે જેવી સુવિધાઓ પણ આપે છે.
આ કારણે કેટલાક બાળકોમાં બિનજરૂરી કહી શકાય તેવી શોપિંગ કરવાની ટેવ વિકસે છે. આ એકાઉન્ટનો વાસ્તવિક હેતુ નાની ઉંમરમાં બચત કરતા શીખવાનો છે જે બહુ ઓછા કિસ્સામાં પાર પડે છે.
તારણ :
આ પ્રકારના બેંક એકાઉન્ટ્સનો કોઇ મોટો લાભ મળતો નહીં હોવાથી શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે આપ બાળકોને બેંક એકાઉન્ટ ખોલ્યા વિના બતતના ગુણો શીખવો અને ક્યુમુલેટિવ એકાઉન્ટ ખોલાવી તેમાં નાણાની બચત કરો.