કિંગફિશરનું બાકી દેવું : બેંકોએ કિંગફિશર હાઉસ કબ્જે કર્યું

પાછલા સપ્તાહમાં મુંબઇના પરા વિસ્તાર અંધેરીમાં આવલા કિંગફિશર હાઉસના ગેટ પર સમગ્ર હાઉસને બેંકો પોતાના કબ્જામાં લઇ રહી છે એ બાબતની નોટિસ લગાવવામાં આવી હતી. એક અનુમાન અનુસાર આ સંપત્તિનું મૂલ્ય અંદાજે 93 કરોડ રૂપિયા છે. કિંગફિશર એરલાઇન્સે યાત્રીઓ પાસેથી વસૂલ કરેલા સેવા કરને પણ કર અધિકારીઓ પાસે જમા કરાવ્યો નથી. આ કારણે કિંગફિશરની સંપત્તિમાં કર અધિકારીઓનો પણ હિસ્સો છે.
સૂત્રોનું કહેવું છે કે સેવા કર વિભાગ સાથે કેટલાક મુદ્દાઓ સંકળાયેલા છે. આ મામલો હાલ કોર્ટમાં વિચારણાધીન છે. આ કારણે એ કહેવું મુશ્કેલ છે કે સંપત્તિમાંથી ધનપ્રાપ્તિમાં કેટલો સમય લાગશે. ગોવામાં એરલાઇનનો વિલા પણ ગિરવી મૂકવામાં આવ્યો છે. બેંક પાસેથી ધિરાણ લેવા તેને ગેરન્ટી તરીકે મૂકવામાં આવ્યો હતો.
નવેમ્બર 2010માં ઋણ પુર્ગઠન બાદ આ બંને સંપત્તિઓ કર્જદાતા પાસે ગિરવી છે. આ ઉપરાંત કિંગફિશરના ચેરમેન વિજય માલ્યાએ અંગત ગેરન્ટી પણ આપી રાખી છે. આ સાથે કિંગફિશર બ્રાન્ડ સહિત અન્ય વસ્તુઓ પણ ગિરવે મૂકી છે.












Click it and Unblock the Notifications
