જાણો BSNLનો સૌથી લાંબી વેલિટિડી વાળો પ્લાન, માત્ર આટલી કિંમત
BSNL તેના સસ્તા પ્લાન માટે જણીતું છે. આજે આપણે BSNLના એવા પ્લાન વિશે જાણીશું જે 395 દિવસની વેલિટિડી સાથે આવે છે. BSNLના આ પ્લાનની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.
BSNL : વર્તમાન સમયમાં લોકો એવા રિચાર્જ પ્લાન શોધતા હોય છે, જેમાં તેમને વધુ વેલિડિટી સાથે વધારે ડેટા અને એપ સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે. BSNL તમારા માટે આવો જ એક પ્લાન લઇને આવ્યું છે. જેમાં લાંબી વેલિડિટી છે. જેનાથી તમને વારંવાર રિચાર્જ કરવાની માથકૂટમાંથી છૂટકારો મળશે. આ સાથે તમને ઘણી બધી ઓફર પણ મળશે.

BSNL કંપની આવા પ્લાન ઓફર કરે છે, જે યુઝર્સને એક વર્ષથી વધુની વેલિડિટી આપે છે. આવી સ્થિતિમાં પ્રીપેડ યુઝર્સ આ પ્લાનને સક્રિય કરીને ઘણા પૈસા બચાવી શકે છે. તો આજે આપણે આ રિચાર્જ પ્લાન વિશે જાણીશું.
BSNL કંપનીના રિચાર્જ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની વેલિડિટી 395 દિવસની છે અને તે લગભગ 400 દિવસની છે, એટલે કે આ પ્લાનને એક વાર રિચાર્જ કર્યા બાદ એક વર્ષ કરતા પણ વધુ સમય માટે એક્ટિવ રહેશે.
જો તમને લાગે છે કે, આ પ્લાનના ફાયદા અહીં સમાપ્ત થાય છે, તો એવું નથી કારણ કે, આ પ્લાનમાં ગ્રાહકોને સંપૂર્ણ 730 gb ડેટા મળે છે, જેના કારણે તમે તમારી ઇન્ટરનેટ જરૂરિયાતો પૂરી કરી શકો છો. આ પ્લાનની કિંમત માત્ર 2399 રૂપિયા છે.
આ પ્લાન તમને આ લાંબા સમયગાળા દરમિયાન અનલિમિટેડ વોઇસ કોલિંગ ઓફર કરે છે, જેની મદદથી તમે દેશમાં ગમે ત્યાં કોલ કરી શકો છો અને ગમે તેટલી વાત કરી શકો છો. જો તમે આ પ્લાનમાં હાજર ડેટાને સમાપ્ત કરો છો, તો પણ તમે ઇન્ટરનેટ ચલાવી શકો છો, પરંતુ ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જશે.












Click it and Unblock the Notifications
