For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sovereign Gold Bond Scheme : સસ્તુ સોનુ ખરીદાની છેલ્લી તક, SGBમાં રોકણ કરી મેળવો મોટુ રિટર્ન

SBG દ્વારા તમે 999 શુદ્ધતાનું સોનું ખરીદી શકો છો, જેમાં તમે ગેરંટી મેળવી શકો છો. જો તમે ઓનલાઇન ગિલ્ડ બોન્ડ ખરીદો છો, તો RBI તમને ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.

|
Google Oneindia Gujarati News

Sovereign Gold Bond Scheme : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમયાંતરે રોકાણકારો માટે સસ્તા સોના ખરીદવા માટે શાનદાર તક આપે છે.

જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો તો તમે 23 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકીએ છીએ. જેનો અર્થ એ છે કે, જો તમે આ સ્કિમમાં રોકાણ કરવા માંગો છો તો તમારા માટે શુક્રવારનો દિવસ છેલ્લો છે.

Sovereign Gold Bond Scheme

નાણાકીય વર્ષ 2022-23માં RBI દ્વારા જાહેર કરવામાં આવેલો આ ત્રીજો ગોલ્ડ બોન્ડ છે. તમે તેને 23 ડિસેમ્બર, 2022 સુધી ખરીદી શકો છો.

RBI દ્વારા આ ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond Scheme) ની ઈશ્યૂ કિંમત 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

SBG દ્વારા તમે 999 શુદ્ધતાનું સોનું ખરીદી શકો છો, જેમાં તમે ગેરંટી મેળવી શકો છો. જો તમે ઓનલાઇન ગિલ્ડ બોન્ડ ખરીદો છો, તો RBI તમને ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.

તમે 50 રૂપિયા પ્રતિ ગ્રામના ડિસ્કાઉન્ટ પર ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આ કિસ્સામાં SGB (Sovereign Gold Bond Scheme) માટે 5,409 રૂપિયા પ્રતિ ગ્રામને બદલે, તમારે માત્ર 5,359 રૂપિયા પ્રતિ ગ્રામ ચૂકવવા પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ ભારતીય નાગરિક આ ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond Scheme) ખરીદી શકે છે. આ સિવાય સંસ્થાઓ, યુનિવર્સિટી, ધાર્મિક સંસ્થાઓ, પરિવારો પણ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે.

એકલ વ્યક્તિ 4 કિલો અને સંસ્થા 4 કિલો સુધીનું સોનું ખરીદી શકે છે. આ યોજના હેઠળ સરકાર વાર્ષિક ધોરણે રોકાણકારને 2.50 ટકા વ્યાજ આપે છે.

Sovereign Gold Bond Scheme માં તમે આગામી વ્યાજની ચુકવણીની તારીખથી 5મા વર્ષ બાદ બહાર નીકળી શકો છો. SGB ​સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, સરકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે.

English summary
Last chance to buy cheap gold, get big returns by investing in Sovereign Gold Bond Scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X