કાળા નાણાંની બાતમી મેળવવા તપાસ એજન્સિઓ કટિબદ્ધ

Written By:
Subscribe to Oneindia News

નોટબંધી દરમિયાન મધ્યમ વર્ગ અને અમીર લોકોએ 50 દિવસની અંદર બેંકોમાં 10 લાખ કરોડ રૂપિયાની 500 અને 1000 ની જૂની ચલણી નોટો જમા કરાવી છે. એ સમયે બજારમાં જેટલુ નાણું ચલણમાં હતું, તેના કરતાં આ આંકડો લગભગ બે તૃતિયાંશ જેટલો છે. જાણકારી અનુસાર આ રોકડા લગભગ 1 કરોડ બેંક ખાતાઓમાં જમા કરવવામાં આવ્યા છે. બેંકોમાં આટલી મોટી માત્રામાં પૈસા જમા થયા બાદ હવે આવકવેરા વિભાગ શંકાસ્પદ નાણાંની તપાસ કરી રહ્યું છે.

demonetization

આ જ તપાસ હેઠળ લગભગ 18 લાખ સંદિગ્ધ બેંક ખાતાધારકોને ઇ-મેઇલ અને એસએમએસ મોકલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા થઇ હતી, એટલે કે કુલ મળીને લગભગ 4.2 લાખ કરોડ રૂપિયા આ બેંક ખાતાઓમાં જમા થયા હતા. રેવેન્યૂ વિભાગના એક અધિકારી અનુસાર છેલ્લા લગભગ 18-24 મહિનાઓમાં જાણકારીનું વિશ્લેષણ કરતાં એવાં લોકોના નામ બહાર આવી શકે છે, જેમણે આ પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, આ પ્રક્રિયા દરમિયાન કોઇને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે એ વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવશે.

અધિકારીઓ અનુસાર, સરકાર જાણે છે કે આ કામ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ સરકાર વધુ માત્રામાં કેશ જમા કરાવનારા લોકો પર દબાણ કરવા માંગે છે, જેથી તેઓ જાતે ડિસ્ક્લોઝર સ્કિમ હેઠળ પોતાની સંપત્તિ જાહેર કરે. અરુણ જેટલીએ બજેટ રજૂ કરતી વખતે પણ કહ્યું હતું, '2 લાખથી 80 લાખ સુધીની રકમ કુલ 1.09 કરોડ બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવી, આ રીતે દરેક ખાતામાં લગભગ 5.03 લાખ રૂપિયા જમા થયા. 80 લાખ રૂપિયાથી વધુની રકમ કુલ 1.48 લાખ બેંક ખાતાઓમાં જમા થઇ, એનો અર્થ કે દરેક ખાતામાં લગભગ 3.31 કરોડ રૂપિયા જમા થયા.'

અહીં વાંચો - મહિલાઓ માટે સારા સમાચાર, ડિસ્કાઉન્ટ પર નહીં લાગે VAT!

English summary
Lens on 10 lakh crore rupees deposits in search of black money.
Please Wait while comments are loading...