For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલજી પ્રો 2: પૈસા વસૂલ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

આપણે કોઇપણ વસ્તું કે ક્ષેત્રમાં પૈસાનું રોકાણ કરતા પહેલાં 10 વખત વિચારતા હોઇએ છીએ, પછી તે ખાવની વાત હોય કે પછી શૉપિંગની અથવા તો પછી મૂવી ટીકિટ બૂક કરાવવાની વાત હોય, પરંતુ જ્યારે કોઇ ગેજેટ ખરીદવાની વાત આવે ત્યારે આપણે વધારે વિચારવું પડે છે.

ખાસ કરીને જ્યારે તમે 40 હજાર રૂપિયાનું કોઇ ગેજેટ ખરીદી રહ્યાં હોવ. આજે અમે તમને એક એવા સ્માર્ટફોન અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત રૂ. 40 હજારની આસપાસ છે. આ છે એલજીનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જીપ્રો 2, જે પોતાની ડિઝાઇન, ફીચર, બેટરી અને તેની કિંમતના કારણે હાલ ખાસ્સો ચર્ચામાં છે.

તો ચાલો તસવીરો થકી જાણીએ આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ અંગે, શું આ કિંમતમાં જીપ્રો 2ને ખરીદવાનો નિર્ણય સાચો છે કે નહીં.

ડિઝાઇન અને ફીચર

ડિઝાઇન અને ફીચર

જો તમે સેમસંગ અને આઇફોનના ફેન છો તો બની શકે છેકે તમને આ મોબાઇલ થોડોક મોટો લાગશે, ફોનની સાઇઝ 157.9 x 81.9 x 8.3 એમએમ છે અને વજન 167 ગ્રામ છે. જી પ્રોને કૅરી કરવામાં થોડીક મુશ્કેલી પડી શકે છે, પરંતુ તેની ડિઝાઇનના કારણે તમે તેને કૅરી કરવામાં સરળતાં અનુભવશો. તેમાં એન્ડ્રોઇડ 4.4.2 કિટકેટ ઓએસ આપવામાં આવ્યું છે, જે ફાસ્ટ અને સ્મૂથ સપોર્ટ આપે છે. ફોનમાં ઇન્ટરનલ મેમરી 32 જીબી છે અને 3 જીબી રેમ આપવામાં આવી છે, અમે તમને જણાવી દઇએ કે ફોનમાં માઇક્રએસડી કાર્ડ સ્લોટની મદદથી તેને એક્સપાન્ડ કરી શકો છો.

ડિસપ્લે અને ઓડિયો

ડિસપ્લે અને ઓડિયો

ટ્રૂ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચ સ્ક્રીન સાથે જી પ્રોમાં 16 મિલિયન કલર સપોર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે 5.9 ઇંચની સ્ક્રીનમાં તમે સારા અને બ્રાઇટ કલર સાથે મૂવી અને ગેમ રમી શકો છો. સ્ક્રીન 1080 x 1920 રિઝોલ્યુશન પિક્સલ સપોર્ટ કરે છે. બજારમાં આનાથી શ્રેષ્ઠ રિઝોલ્યુશનવાળી સ્ક્રીન એકપણ ફોનમાં નથી, પરંતુ આ માટે તમારે મોટી રકમ આપવી પડશે. ઓડિયોની વાત કરીએ તો જી પ્રોમાં હાઇગ્રેડ ક્વાલિટીના ડોલ્બી ડિજિટલ ઓડિયો સાઉન્ડ આપવામાં આવ્યા છે, જે મૂવી અને મ્યૂઝિક સાંભળવામાં સારો અનુભવ કરાવે છે.

કેમેરા

કેમેરા

એલજી જી પ્રોમાં 13 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે, જે 4208 x 3120 રિઝોલ્યુશનવાળી તસવીરો ખેંચે છે સાથે જ કેમેરામાં ઓટોફોકસ, લિડ ફ્લેશ પણ આપવામાં આવી છે. કેમેરામાં બીજા ફીચર્સ પર નજર ફેરવીએ તો તેમાં જીયો ટેગિંગ, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇઝેશન, પેનોરમા, એચડીઆર મોડ જેવા ફીચર આપવામાં આવ્યા છે. જો વીડિયો રેકોર્ડિંગની વાત કરીએ તો જી પ્રોમાં લાગેલો કેમેરા 2160 પિક્સલ 30 ફ્રેમ પ્રતિ સેકન્ડ, 1080 પિક્સલ 60 ફ્રેમ પ્રતિ સેકન્ડ અને 720 પિક્સલ 120 ફ્રેમ પ્રતિ સેકન્ડની ઝડપથી વીડિયો રેકોર્ડ કરે છે સાથે જ તેમાં ડ્યૂલ વીડિયો રેકોર્ડિંગ અને વીડિયો રેકોર્ડ દરમિયાન એચડીઆર મોડ ઓપ્શન આપવામાં આવ્યો છે.

બેટરી લાઇફ

બેટરી લાઇફ

પ્રોમાં 3200 એમએએચની લિયોન બેટરી આપવામાં આવી છે, જે 9થી 11 કલાકનો ટોકટાઇમ આપે છે એટલે કે તમારે તમારી સાથે ચાર્જર કૅરી કરવાની જરૂર નથી પરંતુ જો તમે પ્રોફેશનલ ફોનનો પ્રયોગ કરો છો એટલે કે મેઇલ, વીડિયો, ફોટો ઉપરાંત ફોનમાં અન્ય કોઇ કામ કરો છો તો તમારે ચાર્જર સાથે લઇ જવાની જરૂર ઉભી થઇ શકે છે.

ખરીદવો કે નહીં

ખરીદવો કે નહીં

એ વાતમાં જરા પણ શંકા નથી કે જી પ્રો એલજીના શ્રેષ્ઠ સ્માર્ટફોન્સમાનો એક છે, જેના ફીચર્સ અન્ય બીજા સ્માર્ટફોનની સરખામણીએ વધારે સારે છે, પરંતુ 40 હજાર રૂપિયામાં કોઇ સ્માર્ટફોન ખરીદવો કદાચ સમજદારીની વાત નથી, કારણ કે બજારમાં એક તરફ સતત નવા સ્માર્ટફોન વધારે સારા ફીચર્સ સાથે બજારમાં આવી રહ્યાં છે અને તેની કિંમત પણ ઓછી હોય છે.

English summary
lg g pro 2 design prices battery life specs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X