For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC: જાણો IPOમાં કોને શેર આપશે અને કોને નહિ

શું તમને આઈપીઓમાં કોટા હેઠળ શેર એલૉટ થશે કે નહિ. જો જાણવા માંગતા હોય તો અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હવે ફાઈનલ થઈ ગયુ છે કે ભારતીય જીવન વીમા નિગમ(એલઆઈસી)નો આઈપીઓ આવવાનો છે. બધાના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે શેર મળશે કે નહિ. એલઆઈસી આઈપીઓમાં પોતાના દરેક વીમાધારકને શેર લેવાનો મોકો આપવા જઈ રહી છે. પરંતુ જે તમારો વીમો લેપ્સ થઈ ગયો હોય કે તમે તરતમાં વીમો કરાવ્યો હોય તો શું તમને આઈપીઓમાં કોટા હેઠળ શેર એલૉટ થશે કે નહિ. જો જાણવા માંગતા હોય તો અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે. કયા વીમાધારકોને આઈપીઓમાં કોટા હેઠળ શેર અપાશે, કોને કેટલી છૂટ મળશે તે જાણીએ બધુ જ.

એલઆઈસીનો વીમો હોવા પર કેટલા શેર મળવાના ચાન્સ

એલઆઈસીનો વીમો હોવા પર કેટલા શેર મળવાના ચાન્સ

એલઆઈસીના આઈપીઓની સાઈઝ બહુ મોટી થવાની છે. કંપનીના ઘણા કરોડ શેર જાહેર કરશે. ચર્ચા મુજબપ જો કંપની પોતાના 10 ટકા શેર એલઆઈસી વીમાધારકો માટે પણ અનામત રાખેતે તેમને શેર મળવાના ચાન્સ ઘણા વધી જાય. માહિતી મુજબ એલઆઈસીએ પોતાના ડ્રાફ્ટ દસ્તાવેજમાં જણાવ્યુ છે કે તે આઈપીઓ હેઠળ જાહેર કુલ શેરોના મહત્તમ 10 ટકા સુધી પોલિસીધારકો માટે અનામત રાખી શકે છે. વળી, વીમાધારકોને કંપની આ શેર અમુક ડિસ્કાઉન્ટ પર આપી શકે છે. જો કે આ ડિસ્કાઉન્ટ કેટલી હશે એનો ખુલાસો આઈપીઓ ખુલ્યા બાદ જ થશે.

લેપ્સ પોલિસીવાલાને શું મળશે એલઆઈસીના આઈપીઓમાં શેર

લેપ્સ પોલિસીવાલાને શું મળશે એલઆઈસીના આઈપીઓમાં શેર

એલઆઈસીએ પોતાના આઈપીઓના દસ્તાવેજમાં જણાવ્યુ છે કે એવા પોલિસીધારકો જેમની વીમા પોલિસી લેપ્સની અવસ્થામાં છે તે પણ કોટા હેઠળ આવેદન માટે યોગ્ય હશે. ડ્રાફ્ટ દસ્તાવેજ અનુસાર એલઆઈસીના રેકૉર્ડથી જે પૉલિસી મેચ્યોરિટી, સરેન્ડર કે પૉલિસીધારકનુ મૃત્યુના કારણે બહાર નથી થઈ એ બધા વીમાધારકોને પોલિસીધારક માનવામાં આવશે અને તેમને આઈપીઓમાં કોટા હેઠળ આવેદનનો મોકો આપવામાં આવશે.

જો તાત્કાલિક વીમો કરાવ્યો હોય તો મોકો મળશે કે નહિ

જો તાત્કાલિક વીમો કરાવ્યો હોય તો મોકો મળશે કે નહિ

જો કોઈ વ્યક્તિ વીમાધારકના કોટામાંથી આવેદન કરવા માટે તાત્કાલિક વીમો ઉતરાવે તો આવા લોકો માટે પણ એલઆઈસીએ પોતાના આઈપીઓના દસ્તાવેજમાં સ્પષ્ટતા કરી છે. જે મુજબ જે વીમાધારકે પોલિસી માટે આવેદન કર્યુ છે પરંતુ તેને હજુ પોલિસીના દસ્તાવેજ મળ્યા નથી એ સ્થિતિમાં પ્રોસ્પેક્ટસમાં કહેવામાં આવ્યુ છે કે પોલિસી આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર દાખલ થવાની તારીખે કે એ પહેલા જાહેર થયેલી હોવી જોઈએ। ડીઆરએચપી અનુસાર વીમાધારક કોટા હેઠળ આવેદન માટે એ જરુરી છે કે પૉલિસી ડ્રાફ્ટ પેપર દાખલ થવાની તારીખે કે એ પહેલા જાહેર થયેલુ હોવુ જોઈએ. સાથે જ એ તારીખ સુધી પૉલિસી સરેન્ડર કે મેચ્યોર ન હોવી જોઈએ.

શું એલઆઈસી વીમાધારકો માટે ડીમેટની અનિવાર્યતા રહેશે

શું એલઆઈસી વીમાધારકો માટે ડીમેટની અનિવાર્યતા રહેશે

જે પણ રોકાણકારો એલઆઈલીના આઈપીઓમાં વીમા કોટા હેઠળ આવેદન કરવા માંગતા હોય તેમની પાસે ડિમેટ ખાતુ હોવુ જરુરી છે. સેબીના નિયમો મુજબ કોઈ પણ કંપની તરફથી ફિઝિકલ રીતે શેર જાહેર કરી શકાય નહિ. ડિમેટ અકાઉન્ટ વિના લોકો એલઆઈસીના આઈપીઓમાં આવેદન નહિ કરી શકે.

જોઈન્ટ પૉલિસીધારકો માટે શું હશે નિયમ

જોઈન્ટ પૉલિસીધારકો માટે શું હશે નિયમ

જો કોઈ વ્યક્તિએ જોઈન્ટ નામથી વીમા પૉલિસી લીધી હોય તો એ લોકો પણ એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરી શકશે. પરંતુ આ સ્થિતિમાં માત્ર એક વ્યક્તિ જ કોટા હેઠળ આવેદન કરી શકશે. આ સ્થિતિમાં વીમા પોલિસીમાં બંનેનુ પેન અપડેટ હોવુ જોઈએ.

English summary
LIC in its IPO document has decided to issue shares under quota to LIC insurers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X