For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિટયર્ડ માટે બેસ્ટ નથી LIC વરિષ્ઠ પેન્શન વીમા યોજના

|
Google Oneindia Gujarati News

ભારતના નાણા પ્રધાન અરૂણ જેટલીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે LIC દ્વારા વરિષ્ઠ પેન્શન વીમા યોજના (VPBY) અમલી બનાવવામાં આવશે. જેમાં લાભાર્થીને મહિને 9 ટકાના વ્યાજથી માસિક આવક થશે. જેનું વાર્ષિક વળતર 9.38 ટકા થવા જાય છે.

આ યોજના વરિષ્ઠ નાગરિકો અથવા નિવૃત્તો માટે કેવી છે તેની ચર્ચા કરતા પહેલા સ્કીમ શું છે તે અંગેની વિગતો મેળવીએ.

retirement-plan

a) ઓપનિંગ અને ક્લોઝિંગ
આ યોજના 15 ઓગસ્ટ, 2014થી અમલી બની છે.

b) વય મર્યાદા
જો આપ 60 વર્ષથી ઓછી વય ધરાવતા હોવ તો આ યોજનામાં રોકાણ કરી શકશો નહીં. આ યોજનામાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછી 60 વર્ષની વય હોવી જરૂરી છે.

c) ચૂકવણી ગાળો
આ યોજનામાં આવકનો ગાળો માસિક, ત્રિમાસિક, છ માસિક અથવા વાર્ષિક રાખી શકાય છે.

d) લોન
આ યોજનામાં યોજના શરૂ થયાના ત્રણ વર્ષ બાદ 75 ટકા લોન મળી શકે છે.

e) નોમિની
વ્યક્તિના મૃત્યુ બાદ નોમિનીને નાણા મળે છે.

વરિષ્ઠ પેન્શન વીમા યોજનામાં રોકાણ લાભદાયી?
આ યોજના હેઠળ માસિક 9 ટકાનું વ્યાજ મળે છે તે માર્કેટ રેટ સામે સ્પર્ધાત્મક રેટ છે. જો કે તે માર્કેટમાં સર્વશ્રેષ્ઠ છે તેમ કહી શકાય નહીં. આપ બેંકો અને અગ્રણી કંપનીઓની ફિક્સ ડિપોઝિટમાં નાણા રોકીને વાર્ષિક ધોરણે વધારે વળતર મેળવી શકો છો. દાખલા તરીકે કેરાલા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન વાર્ષિક ધોરણે 11 ટકા જેટલું ઊંચું વળતર આપે છે. તેને કેરળ સરકારનું પીઠબળ હોવાથી તેમાં ફિક્સ ડિપોઝિટ મુકવી સુરક્ષિત પણ છે.

જ્યારે એલઆઇસી વરિષ્ઠ પેન્શન વીમા યોજનાનો એક લાભ એ છે કે તે આગામી 15 વર્ષ સુધી દર મહિને 9 ટકાનું વ્યાજ આપવાની ગેરન્ટી આપે છે. આ કારણે જો ભવિષ્ટમાં વ્યાજના દરો ઘટે તો ફાયદો થઇ શકે, પણ વ્યાજ દર ઘટે તો નુકસાન થઇ શકે છે.

આ ઉપરાંત એલઆઇસી વરિષ્ઠ પેન્શન વીમા યોજનામાં લોક ઇન પીરિયડ 15 વર્ષનો છે. તે સીનિયર સિટીઝન માટે બેસ્ટ ઓપ્શન કહી ના શકાય. તમે માત્ર મેડિકલ ઇમર્જન્સી સમયે જ નાણા ઉપાડી શકો છો. વળી તેની આવક કરપાત્ર હોવાથી પણ તે બેસ્ટ ઓપ્શન નથી.

વરિષ્ઠ પેન્શન વીમા યોજનાના મુખ્ય ગેરફાયદા
1) હાઇએસ્ટ વ્યાજદર નથી.
2) કટોકટીના સમયે નાણા મળી શકે તેમ નથી.
3) કર લાભ મળતો નથી.

તારણ :
આ યોજનાની વિગતો જોયા બાદ સંપૂર્ણ રોકાણ તેમાં કરવું લાભદાયક નથી. પરંતુ તેમાં આંશિક રોકાણ કરી શકાય. આ સાથે આપે કેટલીક રકમ સારી બેંકમાં એફડીમાં રોકવી જોઇએ.

English summary
LIC Varishtha Pension Bima Yojana: Not the best option for retired folk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X