ટોપ 10 દેશ, જ્યાં થાય છે સોનાનું મબલખ ઉત્પાદન
અમેરિકા, કેનેડા, પેરુ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ દક્ષિણ આફ્રિકાનું સ્થાન લીધું છે. તો જોઈએ એ દિગ્ગજ દેશોના નામ જ્યાં મળે છે સોનુ જ સોનું.
આખા વિશ્વએ ગત વર્ષે 3,150 મેટ્રિક ટન એટલે કે 31,50,000 કિલો સોનાનું ઉત્પાદન કર્યું હતું. આમ તો સોનાના ઉત્પાદનમાં ટોપ પર અનેક દેશો છે, પરંતુ પહેલા નંબરે કયો દેશ ચમકી રહ્યો છે તે અમે તમને બતાવીશું. અનેક વર્ષોથી લઈને 2006ની સાલ સુધી દક્ષિણ આફ્રિકાનો સોનાના ઉત્પાદનમાં દબદબો હતો, પરંતુ કેટલાક વર્ષોથી દક્ષિણ આફ્રિકા આ મામલે પાછળ ધકેલાઈ ચુક્યુ છે. અમેરિકા, કેનેડા, પેરુ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ દક્ષિણ આફ્રિકાનું સ્થાન લીધું છે. તો જોઈએ એ દિગ્ગજ દેશોના નામ જ્યાં મળે છે સોનુ જ સોનું.

10. ઈન્ડોનેશિયા
2017 અને 2016માં ઈન્ડોનેશિયાની સોનાની ઉત્પાદન ક્ષમતા 80 મેટ્રિક ટન એટલે કે 80,000 કિલોગ્રામ રહી છે. ઈન્ડોનેશિયાની ગ્રાસબર્ગ ખાણ સોનાની સૌથી મોટી ખાણ છે. આ ખાણમાં 25.8 મિલિયન ઔંસ સોનું અને 26.9 મિલિયન પાઉન્ડ તાંબુ છે. સોનાના ઉત્પાદન મામલે ઈન્ડોનેશિયા વિશ્વમાં 10મા નંબરે છે.

9. ઉઝ્બેકિસ્તાન
વિશ્વમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન કરતા દેશોમાં ઉઝ્બેકિસ્તાન 9મા નંબરે છે. ઉઝ્બેકિસ્તાનમાં 2017માં 100 મેટ્રિક ટન, તો 2016માં 102 મેટ્રિક ટન સોનાનું ઉત્પાદન થયું હતું. ઉઝ્બેકિસ્તાનની મુરુતાઉ ખાણ વિશ્વની સૌથી મોટી સોનાની ખાણ છે.

8. મેક્સિકો
મેક્સિકો પણ સોનાનો મોટો ઉત્પાદક દેશ છે. પરંતુ ગત વર્ષે અહીં સોનાનું ઉત્પાદન ઘટ્યું છે. 2017માં મેક્સિકોમાં 110 મેટ્રિક ટન સોનાનું ખાણમાંથી કઢાયું હતું.

7. દક્ષિણ આફ્રિકા
એક સમયે સોનાના સૌથી મોટા ઉત્પાદક દેશની ક્ષમતામાં 1980 બાદ 60 ટકાનો ઘટાડો થયો છે. એટલે જ ટોપ 10 દેશોમાં આ દેશ હાલ સાતમા સ્થાને છે. આમ છતાંય દક્ષિણ આફ્રિકામાં 2017માં 145 મેટ્રિક ટન સોનાનું ઉત્પાદન થયું હતું.

6. પેરુ
ગત વર્ષે પેરુમાં સોનાના ઉત્પાદનમાં નજીવો પરંતુ વધારો જરૂર થયો છે. 2016માં આ દેશમાં 153 મેટ્રિક ટન સોનું ઉત્પાદિત કરાયું હતું, તો 2017માં આ આંકડો 155 મેટ્રિક ટન પર પહોંચ્યો. પેરુમાં 2014માં સોનાનું ઉત્પાદન અને નિકાસ સાવ ઓછી હતી.

5. કેનેડા
2017માં કેનેડામાં સોનાના ઉત્પાદનમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. 2016માં કેનેડામાં સોનાનું ઉત્પાદન 165 મેટ્રિક ટન હતું જે 2017માં વધીને 180 મેટ્રિક ટન થઈ ગયું. એટલે જ આ દેશ 5મા નંબરે પહોંચી ચૂક્યો છે.

4. અમેરિકા
અમેરિકામાં પણ સોનાનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. ગત વર્ષે અમેરિકામાં સોનાનું ઉત્પાદન 245 મેટ્રિક ટન હતું. અમેરિકાની કોર્ટેજ ખાણ અને કોર્લોડો ખાણમાંથી સૌથી વધુ સોનું નીકળી રહ્યું છે.

3. રશિયા
2017માં 255 મેટ્રિક ટન સાથે સોનાના ઉત્પાદનમાં રશિયા વિશ્વનો ત્રીજા નંબરનો દેશ છે. એક અંદાજ પ્રમાણે 2018માં આ આંકડો હજી વધી શકે છે. તો 2030 સુધીમાં રશિયામાં સોનાનું ઉત્પાદન 400 મેટ્રિક ટન કરવાની પણ યોજના છે. અમેરિકન ભૂસ્તર સર્વેક્ષણ મુજબ રશિયામાં 5,500 મેટ્રિક ટન જેટલું અધધધ સોનું છે. રશિયાની આગળ માત્ર દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે 6,000 મેટ્રિક ટન અને 9,800 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે છે.

2. ઓસ્ટ્રેલિયા
2016ની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં પણ 2017માં સોનાનું ઉત્પાદન વધ્યું છે. 2016માં 290 મેટ્રિક ટનની સામે 2017માં ઓસ્ટ્રેલિયામાં 300 મેટ્રિક ટન સોનાનું ઉત્પાદન થયું હતું. આ સાથે જ વિશ્વના સોનાના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે.

1. ચીન
ચીન વિશ્વનો સૌથી સોનેરી દેશ છે, કારણ કે ફરી એકવાર સોનાના ઉત્પાદનમાં આ દેશ પહેલા નંબરે પહોંચી ચૂક્યો છે. 2017માં ચીનમાં 440 મેટ્રિક ટન એટલે કે 4,40,000 કિલો સોનાનું ખનન થયું હતું. 2017માં ચીનમાં સોનાના ઉત્પાદનમાં ઘટાડો થવા છતાંય તે પહેલા નંબરે યથાવત્ છે. ચીન અને ભારતમાં 2013 બાદ સોનાના ઘરેણાંની ખરીદીમાં પણ 4 ટકાનો વધારો થયો છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
