For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન વચ્ચે 1 લાખ કરોડના બીજા પેકેજનુ એલાન કરી શકે છે સરકાર

કેન્દ્ર સરકાર કોરોના સામે જંગમાં આ સમસ્યાઓ સામે લડવા માટે વધુ એક મોટા પેકેજની ઘોષણા કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણને જોતા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. આ લૉકડાઉનની અસર લગભગ દરેક સેક્ટર પર પડી રહી છે. એવામાં સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કોરોના સામે જંગમાં આ સમસ્યાઓ સામે લડવા માટે વધુ એક મોટા પેકેજની ઘોષણા કરી શકે છે. સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા માટે જલ્દી 1 લાખ કરોડના પેકેજની ઘોષણા કરી શકે છે.

મોટેભાગે MSMEs પર કેન્દ્રિત કરવામાં આવી શકે

મોટેભાગે MSMEs પર કેન્દ્રિત કરવામાં આવી શકે

આની માહિતી બે અધિકારીઓએ આપી. આ પહેલા લૉકડાઉનના કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1.7 લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ અધિકારીએ કહ્યુ કે બીજા પેકેજને મોટેભાગે MSMEs પર કેન્દ્રિત કરવામાં આવી શકે છે. વળી, અધિકારીએ કહ્યુ કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મોટી કંપનીઓ માટે એક અલગ પેકેજની ઘોષણા કરવામાં આવી શકે છે.

ટેક્સમાં છૂટ અને સરળ વ્યાજ

ટેક્સમાં છૂટ અને સરળ વ્યાજ

સૂત્રો મુજબ બીજા પેકેજમાં મેન્યુફેક્ચરીંગ, એવિએશન અને એમએસએમઈ સેક્ટરને ટેક્સમાં છૂટ અને સરળ વ્યાજ પર શરતને આધીન લોન જેવા એલાન કરવામાં આવી શકે છે. દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની અસર ઉદ્યોગો પર પડી છે. લૉકડાઉનના કારમણે બધુ ઠપ્પ પડ્યુ છે જેના કારણે નિર્મલા સીતારમણે 1.7 લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા કરી હતી.

ગરીબો માટે સરકારે કરી ખાસ વ્યવસ્થા

ગરીબો માટે સરકારે કરી ખાસ વ્યવસ્થા

મજૂરો, ગરીબો, વિધવાઓને જમવા સાથે સાથે તેમના ખાતામાં પૈસા રહે, એના પણ વ્યવસ્થા કરવામાં આવી. સરકારે ઉજ્વલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના મફત સિલિન્ડર આપવાની ઘોષણી કરી હતી. આવતા ત્રણ મહિના સુધી તેમને મફતમાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંક્રમણ દેશભરમાં વધી રહ્યુ છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 5000થી વધુ થઈ ચૂકી છે. વળી, દેશભરમાં કોરોના વાયરસના કારણે 149 લોકોના મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃ 14 એપ્રિલ બાદ વિમાન સેવા શરૂ થશે કે નહિ, કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબઆ પણ વાંચોઃ 14 એપ્રિલ બાદ વિમાન સેવા શરૂ થશે કે નહિ, કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

English summary
Lockdown: Centre may announce Second Coronavirus Stimulus of rs 1 lakh crore for Small Firms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X