For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EMIમાં છૂટના સવાલ પર શું બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈએમઆઈમાં છૂટ વિશે પૂછાયેલા સવાલનો પણ જવાબ આપ્યો.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે આખા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે.. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે. દેશમાં કોરોના વાયરસના પ્રકપથી બચવા માટે કેન્દ્ર સરકારે રાહત પેકેડનુ એલાન કર્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે સરકાર ગરીબોની મદદ માટે 1.70 લાખ કરોડ રૂપિયાનુ પેકેજ લઈને આવી છે. આના દ્વારા ગરીબ કલ્યાણ સ્કીમ હેઠળ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર થશે અને લોકોને ખાદ્ય સુરક્ષા આપવામાં આવશે. વળી, તેમણે ઈએમઆઈમાં છૂટ વિશે પૂછાયેલા સવાલનો પણ જવાબ આપ્યો.

પહેલા ગરીબોની ભૂખની વ્યવસ્થા કરવાની છે - નાણામંત્રી

પહેલા ગરીબોની ભૂખની વ્યવસ્થા કરવાની છે - નાણામંત્રી

આ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ્યારે નાણામંત્રીને પૂછવામાં આવ્યુ કે શું ઈએમઆઈમાં છૂટ આપવામાં આવી રહી છે? આના પર નાણામંત્રીએ કહ્યુ કે પહેલા ગરીબોની ભૂખની વ્યવસ્થા કરવાની છે, તેમની ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થા કરવાની છે ત્યારબાદ ધીમેધીમે અમે બીજી વસ્તુઓ વિશે પણ વિચારીશુ. નિર્મલા સીતારમણે કહ્યુ કે 24-25ની રાતે લૉકડાઉન શરૂ કરવામાં આવ્યુ છે. સરકાર પ્રભાવિતો અને ગરીબોની મદદ માટે કામ કરી રહી છે. અમારે તેમના સુધી પહોંચવાનુ છે, માત્ર 36 કલાક થયા છે.

બધાને ભોજન મળે, અમારી પ્રાથમિકતાઃ નાણામંત્રી

તેમણે કહ્યુ કે અમે પેકેજ લઈને આવ્યા છે, જે ગરીબોનુ ધ્યાન રાખશે, જેમને તરત જ મદદની જરૂર છે. નાણામંત્રીએ જણાવ્યુ કે જે લોકો આ જંગ લડી રહ્યા છે, ચિકિત્સા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમને 50 લાખ લાઈફ ઈન્શ્યોરન્સ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકો આવે છે, સરકાર એ સુનિશ્ચિત કરશે કે બધાને ભોજન મળે. ઉજ્વલા યોજના હેઠળ આવતા ત્રણ મહિના સુધી મફતમાં રસોઈ ગેસ સિલિન્ડર મળતા રહેશે જેનાથી અન્ન, ધન અને ગેસની ચિંતાથી આ લોકો મુક્ત રહેશે.

20.5 કરોડ મહિલાઓના ખાતામાં 500 રૂપિયા પ્રતિ માસ

20.5 કરોડ મહિલાઓના ખાતામાં 500 રૂપિયા પ્રતિ માસ

નાણામંત્રીએ જણાવ્યુ કે જનધન યોજના હેઠળ 20.5 કરોડ મહિલાઓના ખાતામાં 500 રૂપિયા પ્રતિ માસ ત્રણ મહિના સુધી વધારાના પૈસા આપવામાં આવશે. દિવ્યાંગ, વૃદ્ધ અને વિધવા માટે 1 હજાર રૂપિયા વધુ આવતા ત્રણ મહિના સુધી બે હપ્તામાં મળશે અને આનાથી લગભગ 3 કરોડ લોકોને લાભ મળશે. આ પૈસા ધા તેમના ખાતામાં જમા કરવામાં આવશે. મનરેગા મજૂરોને દૈનિક મજૂરી 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઘોષણા બાદ 5 કરોડ લોકોને આનો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે.

આ પણ વાંચોઃ Fact Check: પાણીથી નહિ રોકાય કોરોના વાયરસનુ સંક્રમણ

English summary
lockdown: nirmala sitharaman responded on relaxation in EMI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X