For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં લોઅર સર્કિટ, કડાકાના કારણે કારોબાર રોકવામાં આવ્યો

શેર બજારમા શુક્રવાર એટલે કે 13 માર્ચ 2020ની સવારે શેર બજાર ખુલતા જ લોઅર સર્કિટ લાગવાના કારણે કારોબાર રોકી દેવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

શેર બજારમા શુક્રવાર એટલે કે 13 માર્ચ 2020ની સવારે શેર બજાર ખુલતા જ લોઅર સર્કિટ લાગવાના કારણે કારોબાર રોકી દેવામાં આવ્યો. આવુ બજારમાં બહુ જ ઓછુ થાય છે. સામાન્ય રીતે આ શેર બજાર માટે સારુ માનવામાં નથી આવતુ. આજે ઘણા વર્ષો બાદ શેર બજારમાં લોઅર સર્કિટ લાગી છે. આજે જેવો નિફ્ટી 959 પોઈન્ટ ઘટ્યો લોઅર સર્કિ લાગી ગઈ અને શેર પબજારમાં કારોબાર 45 મિનિટ માટે રોકી દેવામાં આવ્યો.

stock market

13 માર્ચ 2020ના રોજ લોઅર સર્કિટનુ સ્તર

- 10 ટકા ઘટાડો એટલે કે 959.00 પોઈન્ટ
- 15 ટકા એટલ કે 1438.50 પોઈન્ટ
- 20 ટકા એટલે કે 1918.05 પોઈન્ટ

શેર બજારમાં 2 પ્રકારના હોય છે સર્કિટ શેર

શેર બજારમાં 2 પ્રકારના હોય છે સર્કિટ શેર

બજારમાં સર્કિટ શેર બ્રેકર 2 પ્રકારના હોય છે. એક હોય છે અપર સર્કિટ અને બીજુ હોય છે લોઅર સર્કિટ. અપર સર્કિટ શેર બજારમાં ત્યારે લાગે છે જ્યારે આ એક નક્કી સીમાથી વધુ વધી જાય છે. દેશમાં સેબીએ અપર સર્કિટ માટે 3 સીમાઓ નક્કી કરી છે. આ છે 10 ટકા, 15 ટકા અને 20 ટકા. વળી, જ્યારે શેર બજાર એક નક્કી સીમાથી વધુ ઘટવા લાગે તો લોઅર સર્કિટ લાગે છે. સેબીએ આના માટે પણ 10 ટકા, 15 ટકા અને 20 ટકાની સીમા નક્કી કરી છે. શેર બજારની એક સીમાથી વધુ વધવા કે ઘટવા પર સર્કિ બ્રેકર લગાવવાની શરૂઆત દેશમાં સેબીએ 2001માં કરી હતી. આનો ઉદ્દેશ્ય શેર બજારમાં ભારે ઉતાર ચડાવ રોકવાનો હોય છે.

નિફ્ટીમાં સર્કિટ લાગવાના નિયમ

નિફ્ટીમાં સર્કિટ લાગવાના નિયમ

શેર બજારમાં સર્કિટ બ્રેકર લાગવાનો પણ એક નિયમ હોય છે. એનએસઈની વેબસાઈટ અનુસાર જો બપોરે 1 વાગ્યા પહેલા શેર બજાર 10 ટકા વધે કે ઘટે તો સર્કિટ બ્રેકર હેઠળ અપર સર્કિટ કે લોઅર સર્કિટ લાગી જાય છે. આવી સ્થિતિમાં ટ્રેડિંગને 45 મિનિટ માટે રોકી લેવામાં આવે છે પરંતુ જો 1 વાગ્યા બાદ 10 ટકા ઉતાર ચડાવ નોંધવામાં આવે તે કારોબાર માત્ર 15 મિનિટ માટે રોકવામાં આવે છે. આ રીતે 15 અને 20 ટકા માટે પણ નિયમ છે. સર્કિટ બ્રેકર વિશે વધુ માહિતી માટે એનએસઈની વેબસાઈટ પર જુઓ.

જાણો સર્કિટ વ્યવસ્થાનો ઈતિહાસ

જાણો સર્કિટ વ્યવસ્થાનો ઈતિહાસ

ભારતમાં સેબીએ 28 જૂનમાં સર્કિટ બ્રેકરની વ્યવસ્થા લાગુ કરી. દેશના શેર બજારના ઈતિહાસમાં પહેલી વાર સર્કિટ બ્રેકરનો ઉપયોગ 17મે 2004માં થયો. આ દિવસે બે વાર સર્કિટ બ્રેકર લગાવવામાં આવી. ત્યારબાદ સર્કિટ બ્રેકરનો ઉપયોગ 22 2006માં થયો. આ દિવસે શેર બજારમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી. ત્યારબાદ સર્કિટ બ્રેકરનો ઉપયોગ 17 ઓક્ટોબર 2007ના રોજ કરવામાં આવ્યો. આ દિવસે પણ શેર બજારમાં લોઅર સર્કિટ લાગ્યુ. ત્યારબાદ 22 જાન્યુઆરી 2008ના રોજ શેર બજારમાં સર્કિટ બ્રેકરનો ઉપયોગ થયો.

આ પણ વાંચોઃ વેલકમ સ્પીચમાં સિંધિયાને 'વિભીષણ' બોલી ગયા શિવરાજ, કોંગ્રેસે કર્યો કટાક્ષઆ પણ વાંચોઃ વેલકમ સ્પીચમાં સિંધિયાને 'વિભીષણ' બોલી ગયા શિવરાજ, કોંગ્રેસે કર્યો કટાક્ષ

English summary
Lower circuit in stock market Trading halt in Nifty and Sensex
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X