LPG Cylinder Hike: ગેસ સિલિન્ડરના ભાવમાં એક ઝાટકે 250 રૂપિયાનો વધારો, જાણો નવા રેટ
એપ્રિલના પહેલા જ દિવસે સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે.
નવી દિલ્લીઃ એપ્રિલના પહેલા જ દિવસે સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્લામાં હવે 19 કિલોવાળા એલપીજી સિલિન્ડર 2253 રૂપિયાના થઈ ગયા છે. જો કે, રાંધણ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમાં 10 દિવસ પહેલા જ 50 રૂપિયાનો વધારો કરવામાં આવી ચૂક્યો છે. કૉમર્શિયલ સિલિન્ડર મોંઘુ થવાના કારણે બહાર જમવાનુ મોંઘુ થઈ શકે છે.

દિલ્લીમાં 19 કિલોગ્રામવાળા કૉમર્શિયલ સિલિન્ડર એક માર્ચે દિલ્લીમાં 2012 રૂપિયામાં રીફિલ થતા હતા. 22 માર્ચે તેની કિંમત ઘટીને 2003 રૂપિયા પર આવી ગઈ હતી. પરંતુ આજે ફરીતી કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. દિલ્લીમાં આને રીફિલ કરાવવા માટે 2253 રૂપિયા હવેથી ખર્ચ કરવા પડશે. વળી, મુંબઈમાં હવે તે 1955 રૂપિયાની જગ્યાએ 2205 રૂપિયામાં મળશે. કોલકત્તામાં એલપીજી સિલિન્ડરની કિંમત 2087 રૂપિયાથી વધીને 2351 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નઈમાં આના માટે હવે 2318 રૂપિયાના બદલે 2406 રૂપિયા ખર્ચ કરવા પડશે. છેલ્લા બે મહિનામાં 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 346 રૂપિયાનો વધારો થયો છે.












Click it and Unblock the Notifications
