LPG Cylinder Price: એપ્રિલના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, અહીં જાણો નવી કિંમત
LPG Cylinder Price: એપ્રિલના પ્રથમ દિવસે ગ્રાહકોને મોટી રાહત મળી છે, આજે સવારે ઈંધણ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જો કે આ ઘટાડો કૉમર્શિયલ સિલિન્ડર પર થયો છે, નોંધનીય છે કે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ ઘટાડા બાદ હવે 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 30 રૂપિયા, કોલકાતામાં 32 રૂપિયા, મુંબઈમાં 31.50 રૂપિયા અને ચેન્નાઈમાં 30 રૂપિયા ઘટી ગઈ છે.

નવા બદલાયેલા ભાવ પ્રમાણે હવે દિલ્હીમાં 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 1764 રૂપિયા થઈ ગઈ છે, બીજી તરફ કોલકાતામાં તેની કિંમત હવે 1879 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં તેનો ભાવ હવે 1717 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચેન્નાઈમાં હવે આ સિલિન્ડર માટે લોકોએ 1930 રૂપિયા ખર્ચવા પડશે. નવા ભાવો આજથી અમલમાં આવી ગયા છે.
તમને જણાવી દઈએ કે, માર્ચના પહેલા દિવસે ઈંધણ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો, તે સમયે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે, આજે કિંમતોમાં ઘટાડો થતાં લોકોને મોટી રાહત મળી છે. વળી 14.2 કિલોના રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં વધારો નહીં થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ચાર મહાનગરોમાં રાંધણ ગેસના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં રૂ. 803, કોલકાતામાં રૂ. 829, ચેન્નાઇમાં રૂ. 818.50 છે.
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પીએમ મોદીએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી, જો કે આ મોદી સરકાર તરફથી દેશની અડધી વસ્તીને ભેટ હતી, પરંતુ વિપક્ષી દળોએ આને ચૂંટણી સાથે જોડીને આ માટે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તેને ચૂંટણીની જુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જનતા તેમની વાતોમાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
