For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG Gas Price: ફેબ્રુઆરીમાં ફરીથી વધ્યા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ, 25 રૂપિયા મોંઘુ થયુ

દેશમાં આજે ફરીથી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં આજે ફરીથી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 25 રૂપિયા પ્રતિ રિફિલનો વધારો કરવામાં આવ્યો છે. વધેલા ભાવો બાદ આજથી સબસિડી વિનાના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર 794 રૂપિયામાં મળશે. જે અત્યાર સુધી 769 રૂપિયામાં મળી રહ્યા હતા. વધેલા ભાવ આજથી 25 ફેબ્રુઆરી, 2021થી લાગુ થઈ ગયા છે. સબસિડી વિનાના સિલિન્ડરના ભાવમાં આજથી 24 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવ ફેબ્રુઆરીમાં આ બીજી વાર વધારવામાં આવ્યા છે. આ પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 4 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ વધારવામાં આવ્યા હતા.

lpg

જાણો ફેબ્રુઆરીમાં ક્યારે વધ્યા એલપીજી સિલિન્ડરના ભાવ

આજથી દિલ્લીમાં એલપીજી સિલિન્ડરના ભાવ 794 રૂપિયા થઈ ગયા છે. આમ જોવા જઈએ તો માત્ર ફેબ્રુઆરીમાં અત્યાર સુધી 100 રૂપિયા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ વધારી દેવામાં આવ્યા છે. એલપીજીની કિંમતોમાં વધારો એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં આજે(25 ફેબ્રુઆરી)એ વધેલા ભાવને મિલાવીને કુલ ત્રણ વાર ગેસ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા વધારવામાં આવ્યા હતા. વળી, 24 ફેબ્રુઆરીએ ફરીથી ગેસ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધારી દેવામાં આવ્યા હતા અને આજે ત્રીજી વાર ગેસ સિલિન્ડરના ભાવ 25 રૂપિયા વધારવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી પહેલા ડિસેમ્બર 2020માં વધ્યા હતા રસોઈ ગેસના ભાવ

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં સબસિડીવાળા રસોઈ ગેસ(14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર)ના ભાવ વધારાયા નહોતા. જાન્યુઆરી મહિનામાં ગેસના ભાવ 94 રૂપિયા પર સ્થિર હતા. વળી, એક ડિસેમ્બર 2020થી 594 રૂપિયાથી સિલિન્ડરના રેટ વધારીે 644 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.

આ રીતે ચેક કરો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ

તમે ઘરે બેઠા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરી શકો છો. આના માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવાનુ રહેશે. https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર જઈને તમે તમારા શહેરના એલપીજી ગેસ સિલિન્ડરના રેટ ચેક કરી શકો છો.

દિલ્લીના 17 લાખ લોકોને હવે ઘરે જ મળશે રાશન, માર્ચથી થશે શરૂદિલ્લીના 17 લાખ લોકોને હવે ઘરે જ મળશે રાશન, માર્ચથી થશે શરૂ

English summary
LPG Gas rate increased by Rs 25, Know the latest rates gas clyinder price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X